રાહતના સમાચાર: ત્રીજી લહેરનો ખતરો ઘટ્યો, 22 હજાર ટેસ્ટમાંથી માત્ર 2 પોઝિટિવ કેસ

કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) આશંકાઓ વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના (Delta Plus Variant) ખતરા અંગે દુનિયાના અનેક નિષ્ણાંત તબીબોએ ચેતવણી આપી હતી

Updated By: Aug 18, 2021, 09:14 PM IST
રાહતના સમાચાર: ત્રીજી લહેરનો ખતરો ઘટ્યો, 22 હજાર ટેસ્ટમાંથી માત્ર 2 પોઝિટિવ કેસ

અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની (Corona Third Wave) આશંકાઓ વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટના (Delta Plus Variant) ખતરા અંગે દુનિયાના અનેક નિષ્ણાંત તબીબોએ ચેતવણી આપી હતી. આ સાથે જ પશ્ચિમી દેશોમાં ડેલ્ટા પ્લસ (Corona Delta Plus) વેરિએન્ટના કેસો વધુ સામે આવ્યા હતા. તો ગુજરાતમાં પણ ત્રીજી લહેરના (Third Wave) આંશિક કેસો સામે આવ્યા હતાં. પરંતુ હવે કોરોના (Coronavirus) ક્યાંક કાબુમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ સિવિલની (Ahmedabad Civil Hospital) સૌથી મોટી બી જે મેડિકલની (B. J. Medical) લેબોરેટરીમાં 22 હજાર જેટલા કોરોનાના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા હતા. જેમાં ફક્ત બે જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

અમદાવાદ સિવિલ કેમ્પસમાં (Ahmedabad Civil Campus) આવેલી બી જે મેડિકલ કોલેજની (B. J. Medical College) માઈક્રોબાયોલોજી લેબોરેટરીમાં જાન્યુઆરીથી જુલાઈ 21 દરમિયાન દર મહિને કોરોનાના 16 હજારથી 51 હજાર સેમ્પલનું ટેસ્ટિંગ (Corona Testing) કરાયું હતું. આ ટેસ્ટિંગ દર મહિને 91 થી લઈને 3700 ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. પરંતુ રાહતની વાત એ છે કે, 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન કરાયેલા 22 હજારથી વધુ સેમ્પલમાંથી માત્ર 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે, આ બંને સેમ્પલમાં વાયરલ લોડ નજીવો હતો અને બીજાને સંક્રમિત કરી શકે તેમ ન હતા.

આ પણ વાંચો:- GUJARAT CORONA UPDATE: રાજ્યમાં સાજા દર્દીઓ કરતા કોરોનાના નવા કેસ વધ્યા, એકપણ મોત નહીં

બી જે મેડિકલ કોલેજ (B. J. Medical College) લેબોરેટરીમાં સાણંદ, દસ્ક્રોઈ, માંડલ, દેત્રોજ, વિરમગામ, ધોળકા, ધંધુકા સહિત સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલ (Hospital) તેમજ સીએચસી (CHC) -પીએચસીમાંથી (PCHC) કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ (Corona Testing) લેબોરેટરીમાં થયા છે. 2021 માં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન લેબોરેટરીમાં આવતા સેમ્પલમાંથી સૌથી ઓછા 91 અને સૌથી વધુ 3700 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ દરમિયાન 22 હજારથી વધુ સેમ્પલના કોરોના ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર 2 કેસ પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચો:- અમે જનતાના સુખે સુખી અને જનતાના દુ:ખે દુ:ખી, સરકાર બનાવીને જનતાને ભૂલી નથી જતા: વિજય રૂપાણી

કોરોના સામેની લડાઈ છેલ્લા દોઢ વર્ષ ઉપરથી ચાલી રહી છે. જ્યારે કોરોનાની બીજી લહેરની સૌથી વધુ કપળી પરિસ્થિતિ જોવા મળી હતી. પરંતુ હવે કોરોના કાબુમાં આવ્યો હોય તેવું તારણ સામે આવ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. 3 દર્દીઓ સાજા થતા તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કેસો ઓછા થવાનું સૌથી મોટું કારણ વેક્સીન છે. કોરોનાથી બચવા માટે વેક્સીન જ રામબાણ ઇજાલ છે. સંજીવની છે તે હવે સાચું પુરવાર થયું છે અને નિષ્ણાંતોના મતે પણ વેક્સીનના કારણે ત્રીજી લહેરનું સંક્રમણ વધ્યું નથી. ત્યારે મંગળવારે 33,885 લોકોને રસી અપાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube