Gujarat Corona Update: ગુજરાતમાં 2270 નવા કેસ, 8ના મોત, રિકવરી રેટ ઘટ્યો

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2270 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1605 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,846 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.68 ટકા પર પહોંચી ચુક્યો છે. 

Gujarat Corona Update: ગુજરાતમાં 2270 નવા કેસ, 8ના મોત, રિકવરી રેટ ઘટ્યો

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2270 કેસ નોંધાયા હતા. બીજી તરફ 1605 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,84,846 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ઘટીને 94.68 ટકા પર પહોંચી ચુક્યો છે. 

અત્યાર સુધીમાં કુલ 45,66,141 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,29,222 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 51,95,363 લોકોને રસી આપવામાંઆવી છે. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. જો કે હજી સુધી એક પણ વ્યક્તિમાં રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 28, 2021

રાજ્યમાં કોરોનાના 2270 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 1605 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 94.68 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગ સધન પ્રયાસોના લીધે 2,84,846 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ કુલ 115281 કોરોનાના એક્ટિવ કેસ છે. 152 લોકો વેન્ટિલેટર પર છે. 11528 લોકો સ્ટેબલ છે. 2,84,846 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4492 લોકોનાં અત્યાર સુધી રાજ્યમાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોનાને કારણે આજે કુલ 08 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનનાં 2, અમદાવાદ કોર્પોરેશન 2, રાજકોટ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 1, સુરતમાં 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 8 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news