સુરતમાં કોરોના દર્દીનો જન્મદિવસ બન્યો યાદગાર, પરિવારજનોએ આપ્યા ઓનલાઈન આશીર્વાદ
ઘરેથી તેમના પરિવારને એક સ્ક્રિનમાં અને અન્ય સ્ક્રિનમાં મોહમદ સાદીક તથા ધારાસભ્ય હતાં. બેન્ડ દ્વારા આશા એ ખીલે દિલ કી ગીત વગાડાયું બાદમાં સાદ્દીકભાઈએ કેક કાપીને અને તમામે શુભકામના આપી હતી.
Trending Photos
ચેતન પટેલ, સુરત: કોરોના વાઈરસના પોઝિટિવ ચેપની સારવાર લઈ રહેલા દર્દીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના કોવીડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા મોહમદ સાદ્દીકનો શુક્રવારના રોજ જન્મદિવસ હતો. જેથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને તેમની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. બેન્ડ દ્વારા ઓનલાઈન ગીત વગાડવામાં આવ્યું હતું. બીજી તરફ ઘરેથી તેમના પરિવારને એક સ્ક્રિનમાં અને અન્ય સ્ક્રિનમાં મોહમદ સાદીક તથા ધારાસભ્ય હતાં. બેન્ડ દ્વારા આશા એ ખીલે દિલ કી ગીત વગાડાયું બાદમાં સાદ્દીકભાઈએ કેક કાપીને અને તમામે શુભકામના આપી હતી.
કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર વચ્ચે ઉજવાયેલા જન્મદિવસ અંગે સાદ્દીકભાઈએ જણાવ્યું હતું કે આ જન્મ દિવસ યાદગાર રહેશે. મારા જન્મ દિવસે અંતરિક્ષ બેન્ડ દ્વારા ગીત વગાડવામાં આવ્યું હતું. 21મીથી હોસ્પિટલમાં દાખલ છું. જન્મદિવસ નિમિતે પરિવારને ઓનલાઈન મળવાનો મોકો મળ્યો હતો. મને ખૂબ ખુશી મળી કે મારા જેવા સામાન્ય વ્યક્તિઓ માટે પણ લોકો કેટલી મહેનત કરી રહ્યા છે. વહેલી સવારે ઉઠીને એક બેન કેક બનાવે છે અને બધી વ્યવસ્થા કરે છે. હું તમામ લોકોનો આભારી રહીશ.
પોઝિટિવ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારી સંભાળ લેવામાં આવી રહ્યાનું કહેતા ઉમરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોવીડ સેન્ટરમાં લોકોના ચહેરા પર ખુશી રેલાય તે માટે ઓનલાઈન ટેક્નોલોજી લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. અમે દર્દીના જન્મ દિવસને લઈને કંઈક અનોખી રીતે ઉજવણી કરવા માંગતા તેમાં અંતરીક્ષ બેન્ડ અને સવારે છ વાગ્યાથી કેક બનાવનાર સ્વાતી કાપડીયા સહિતની ટીમે સાથ સહકાર આપ્યાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે