Oxygen સપ્લાયને લઇને PM મોદીએ યોજી બેઠક, અધિકારીઓએ આપ્યા આ નિર્દેશ
હાલમાં 20 રાજ્યોમાં 6,785 MT/ દિવસની પ્રવાહી મેડિકલ ઓક્સીજન (Liquid Therapeutic Oxygen) ની વર્તમાન માંગની સામે ભારત સરકારે 21 એપ્રિલથી તે રાજ્યોને 6,822 MT/ દિવસના ધોરણે જથ્થો ફાળવવાનું શરૂ કરી દીધું છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં દેશમાં ઓક્સીજન (Oxygen) ના પુરવઠા અને ઉપલબ્ધતા અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઓક્સીજનની ઉપલબ્ધતાને વધુ વેગવાન બનાવવા માટેની રીતો અને માધ્યમો વિશે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓક્સીજન (Oxygen) ના પુરવઠામાં સુધારો લાવવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસો વિશે તેમને માહિતગાર કર્યા હતા.
પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ બહુવિધ પરિબળો પર ઘણી ઝડપથી કામ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી: જેમાં ઓક્સીજન (Oxygen) ના ઉત્પાદનમાં વધારો, વિતરણની ગતિમાં વૃદ્ધિ અને આરોગ્ય સુવિધાઓને ઓક્સીજન સપોર્ટ પૂરો પાડવા માટે આવિષ્કારી રીતોનો ઉપયોગ કરવા જેવી બાબતો સમાવી લીધી હતી.
PM Modi chaired a high-level meeting to review oxygen supply across the country & discuss ways & means to boost its availability. Officials briefed him on efforts undertaken in last few weeks to improve oxygen supply: Prime Minister's Office (PMO) pic.twitter.com/ntBoLj10Sv
— ANI (@ANI) April 22, 2021
પ્રધાનમંત્રી (PM) ને જાણ કરવામાં આવી હતી કે, રાજ્યોમાં ઓક્સીજનની માંગ પારખવા માટે અને તદઅનુસાર પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે સહકારપૂર્ણ રીતે વિસ્તૃત કવાયત કરવામાં આવી છે. કેવી રીતે રાજ્યોમાં એકધારો ઓક્સીજનનો પુરવઠો વધારવામાં આવી રહ્યો છે તે વિશે પણ પ્રધાનમંત્રી(PM) ને માહિતગાર કરવામાં આવ્યા હતા.
સતત વધી રહી છે ઓક્સિજનની માંગ
હાલમાં 20 રાજ્યોમાં 6,785 MT/ દિવસની પ્રવાહી મેડિકલ ઓક્સીજન (Liquid Therapeutic Oxygen) ની વર્તમાન માંગની સામે ભારત સરકારે 21 એપ્રિલથી તે રાજ્યોને 6,822 MT/ દિવસના ધોરણે જથ્થો ફાળવવાનું શરૂ કરી દીધું છે.
અહીં નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસમાં, પ્રવાહી મેડિકલ ઓક્સીજન (Liquid Therapeutic Oxygen) ની ઉપલબ્ધતામાં અંદાજે 3,300 MT/ દિવસનો વધારો થયો છે. જેમાં ખાનગી અને જાહેક ક્ષેત્રના સ્ટીલ પ્લાન્ટ્સ, ઉદ્યોગો, ઓક્સીજન ઉત્પાદકોનું યોગદાન છે તેમજ બિન-આવશ્યક ઉદ્યોગોને ઓક્સીજનનો પૂરવઠો આપવા પર મૂકાયેલા પ્રતિબંધથી પણ ઉપલબ્ધતા વધી છે.
અધિકારીઓએ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, માન્યતા આપવામાં આવેલા PSA ઓક્સીજનના પ્લાન્ટ્સ શક્ય હોય એટલી વહેલી તકે કાર્યાન્વિત કરવા માટે તેઓ રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યાં છે.
PM એ અધિકારીઓને આપ્યા નિર્દેશ
પ્રધાનમંત્રી (PM) એ અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, વિવિધ રાજ્યોમાં ઓક્સીજનનો પુરવઠો સરળતાતી અને કોઇપણ પ્રકારના અવરોધ વગર પહોંચે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમણે કોઇપણ અવરોધોની સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન સાથે મળીને જવાબદારી નિર્ધારિત કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી. તેમણે મંત્રાલયોને પણ કહ્યું હતું કે, તેઓ ઓક્સીજનના ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરવા માટે વિવિધ આવિષ્કારી રીતોનું અન્વેષણ કરે.
નાઇટ્રોજન અને એર્ગોન ટેન્કરોના રૂપાંતરણ દ્વારા ક્રાયોજેનિક ટેન્કરોની ઉપલબ્ધતા ઝડપથી વધારવા માટે, ટેન્કરોની આયાત અને એરલિફ્ટિંગ માટે તેમજ તેના વિનિર્માણ માટે પણ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ રાજ્યોમાં ઓક્સીજનનું ઝડપી પરિવહન સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. લાંબા અંતરમાં ટેન્કરોના ઝડપી અને નોન-સ્ટોપ પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 105 MT પ્રવાહી મેડિકલ ઓક્સીજનનો પ્રથમ રેકનો જથ્થો મુંબઇથી વિઝાગ પહોંચી ગયો છે. તેવી જ રીતે, ઓક્સીજનના ખાલી ટેન્કરો પણ ઓક્સીજન સપ્લાયરો સુધી એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે જેથી ઓક્સીજનના પૂરવઠા માટે એકતરફી મુસાફરીનો સમય ઘટાડી શકાય.
મેડિકલ સમુદાયના પ્રતિનિધિઓએ પણ ઓક્સીજનના ઉચિત ઉપયોગ વિશે ચર્ચા કરી હતી અને કેવી રીતે કેટલાક રાજ્યોમાં ઓડિટના કારણે ઓક્સીનની માંગ દર્દીઓની સ્થિતિ પર અસર પડ્યા વગર ઘટી તેના વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્યોએ સંગ્રહખોરી દૂર કરવાની ખાસ જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે