લાખોનો વીમો પકવવા ગુજરાતમાં કેવા કેવા થાય છે કાંડ! જાણો ચીખલીમાં બનેલી અનોખી ઘટના

આવી જ કઈક ઘટના નવસારીના ચીખલીમાં સામે આવી છે. ગત 22 એપ્રિલના રોજ ખલીલ નજીર મહમદ મન્સૂરીએ મહારાષ્ટ્રના નંદુરબારથી તેની ટ્રકમાં 29.96 લાખ રૂપિયાના કપાસના કાર્ટૂન ભર્યા હતા અને તેને લઈને સેલવાસની આલોક કંપનીમાં જતો હતો. 

લાખોનો વીમો પકવવા ગુજરાતમાં કેવા કેવા થાય છે કાંડ! જાણો ચીખલીમાં બનેલી અનોખી ઘટના

ધવલ પરીખ/નવસારી: લાખો રૂપિયાના કપાસનો વીમો ઉતરાવી તેની જગ્યાએ વેસ્ટ કપાસ ભરીને ટ્રક સાથે સળગાવી 29.96 લાખ રૂપિયાનો વીમો પકવવાની ફિરાકમાં રહેલા ટ્રક ચાલક અને માલિક સહિત 4 લોકોની સામે ગુનો નોંધી ચીખલી પોલીસે ચાલક અને માલિકની ધરપકડ કરી છે અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે. 

વેપારીઓ, ખેડૂતો પાક ઉપર લાખોનો વીમો લેતા હોય છે. જેથી કોઈ અઘટિત ઘટના બને તો તેમની મહેનત ઉપર પાણી ન ફરી વળે. પરંતુ આ સુવિધાનો ઘણા વેપારીઓ કે ખેડૂતો ખોટો ફાયદો ઉઠાવી લાખો ગજવે ઘાલી લેતા હોય છે. આવી જ કઈક ઘટના નવસારીના ચીખલીમાં સામે આવી છે. ગત 22 એપ્રિલના રોજ ખલીલ નજીર મહમદ મન્સૂરીએ મહારાષ્ટ્રના નંદુરબારથી તેની ટ્રકમાં 29.96 લાખ રૂપિયાના કપાસના કાર્ટૂન ભર્યા હતા અને તેને લઈને સેલવાસની આલોક કંપનીમાં જતો હતો. 

ખલીલે આટલું મોંઘુ કપાસ હોવાથી તેનો વીમો ઉતરાવ્યો હતો. પરંતુ રસ્તામાં ખલીલ અને તેના ટ્રક ચાલક આરીફ શબ્બીર મન્સૂરી તમેજ અન્ય બે સભ્યો શાહરૂખ મુબારક મન્સૂરી અને સદ્દામ સાથે મળીને લાખોના કપાસને બાળીને તેનો વીમો પકવવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેમાં 23 એપ્રિલની વહેલી સવારે વાંસદાથી ચીખલી માર્ગ પ્ર રાનકુવા પાસે ટ્રકમાંથી લાખોના કપાસના કાર્ટૂન અન્ય ટ્રકમાં ભરીને કાઢી લીધા હતા અને તેની જગ્યાએ હલકી કક્ષાનું કપાસ ભરી, તેમાં આગ લગાડી દીધી હતી. અચાનક ટ્રકમાં આગ લાગી હોવાની વાત ફેલાવી, સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. 

આગમાં 29.96 લાખ રૂપિયાનું કપાસ અને 12 લાખ રૂપિયાની ટ્રક પણ બળીને રાખ થઈ ગઈ હતી. જેમાં ટ્રક ચાલક આરીફ મન્સૂરી અને ખલીલ મન્સૂરીની ફરિયાદને આધારે ચીખલી પોલીસે તપાસ આરંભી હતી. પરંતુ શરૂઆતથી જ પોલીસને ટ્રકમાં આગ લાગવા મુદ્દે શંકા હતી. જેથી FSL ની ટીમ પાસે પોલીસે બારીકાઈથી તપાસ કરાવતા તેમાં આગ જાતે જ લગાડવામાં આવી હોવાનું જણાયુ હતું. સાથે જ ટ્રકમાં કપાસના કાર્ટૂન ન હોવાનું પણ સામે આવ્યું હતું. 

જેથી પોલીસે ગત 26 એપ્રિલના રોજ ટ્રક ચાલક આરીફ મન્સૂરી, ટ્રક માલિક ખલીલ મન્સૂરી, શાહરૂખ મન્સૂરી અને સદ્દામ સામે 29.96 લાખના કપાસને અન્યત્ર વેચી કાઢી, તેને ટ્રકમાં સળગી ગયુ હોવાની વાર્તા ગઢી, લાખોનો વીમો પકવવા માટેના પ્લાન ઘડીને છેતરપીંડી કરી હોવાનો ગુનો નોંધ્યો હતો. જેમાં ટ્રક આરીફ મન્સૂરી અને ખલીલ મન્સૂરીની ધરપકડ કરી હતી. જ્યારે શાહરૂખ અને સદ્દામને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news