ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા કાર્યક્રમ જાહેર, જાણો વિગતવાર કાર્યક્રમ
Trending Photos
અમદાવાદ : કોરોના મહામારીને પગલે અત્યાર સુધી મોકુફ રાખવામાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓની સંભવિત તારીખ જાહેર થઇ ચુકી છે. ગુજરાત યુનિવર્સિટીએ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, લો, એજ્યુકેશન વિદ્યા શાખાની અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરી દીધી છે.
જે અનુસાર અન્ડર ગ્રેજ્યએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્ વિદ્યાશાખાની પરીક્ષાઓ બે તબક્કામાં 21 મી ઓગસ્ટ અને 31 મી ઓગસ્ટ શરૂ કરવામાં આવશે. સવારે 10થી 12 અને બપોરે 3થી 5 એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે. કોઇ વિભાગનાં વડા કોર્સ કે વિષયમાં પોતાની રીતે ઓનલાઇન, ઓફલાઇન કે બ્લેન્ડેડ મોડમાં પરીક્ષા લેવા માંગતા હોય તો તે અંગેની મંજુરી લેવી પડશે.
સ્થાનિક રાજ્ય બહાર કે વિદેશમાં રહેતા કોઇ પણ વિદ્યાર્થી ઓફલાઇન પરીક્ષા આપવા ન માંગતા હોય તો તેના માટે ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે. જે અંગે વિદ્યાર્થીઓ અલગથી સંમતિ આપવી પડશે. આ અંગે ચોઇસ ફીલિંગનો અને પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે. ઓનલાઇન પરીક્ષા યુનિવર્સિટીના સોફ્ટવેરના માધ્યમથી MCQ દ્વારા લેવામાં આવશે. જેનો ગુણભાર ઓફલાઇન પરીક્ષા જેટલો જ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે