save life

નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો કર્યા

તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી. 

Jun 22, 2021, 05:07 PM IST

40 સુધી પહોંચી ગયેલા ઓક્સિજન લેવલને ડોક્ટરોએ જીવ જોખમમાં મૂકી 93 સુધી પહોંચાડ્યું, બચ્યો દર્દીનો જીવ

ડોક્ટરોને અમથા ધરતીના ભગવાન નથી કહેવાતા, કોરોનાકાળમાં જ્યાં કરોડો લોકોના જીવ જોખમમાં છે ત્યાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો પોતાના જીવના જોખમે લોકોની જિંદગીની ડોર સંભાળી રહ્યા છે.

May 19, 2021, 08:03 AM IST

અમદાવાદ સ્ટેશન પર CRPFની સતર્કતાથી એક મહિલા મોતના મુખમાંથી ફરી પાછી

અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ (CRPF) ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (Ahmedabad-Pune Express) થી ચાલુ ટ્રેન (Train) માં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત (Accident) ટળી ગયો હતો.

May 7, 2021, 11:24 PM IST

સુરતમાં વાહનોથી ધમધમતા ઓવરબ્રિજ પર આત્મહત્યા કરવા ચઢ્યો યુવક, પછી જે થયું તે...

ગુજરાતમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. અમદાવાદનો આયશા આત્મહત્યા કેસ સમગ્ર દેશમાં ચર્ચાયો હતો. જેના બાદ પણ કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને તણાવમાં આવેલો યુવા વર્ગ આત્મહત્યાના રસ્તે ધકેલાય છે. ત્યારે આવામાં આજે સુરતમાં આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રિજ પર આત્મહત્યા કરવા ચઢેલા યુવકને બચાવી લેવામાં આવ્યો છે. એક ટીઆરબી જવાને યુવકને બચાવી લીધો હતો.

Apr 7, 2021, 04:19 PM IST
Policeman Save Life Of Mother And Daughter In Surat PT3M26S

જાણો એવું તો શું થયું કે સુરતના આ પોલીસ કર્મચારીની બહાદુરીની થઇ રહી ચર્ચા

સામાન્ય રીતે પોલીસ હંમેશા પ્રજાના રોષનો ભોગ બનતો હોય છે.પરંતુ પોલીસ જવાનની માનવત અને બહાદુરી નો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.જ્યાં સુરતમાં તાપી નદીના કોઝવેમાં ડૂબતા મહિલા સહિત એક કિશોરીને જીવના જોખમેં પોલીસ જવાને મોતના મુખમાંથી ઉગારી સમાજના લોકોને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે...

Feb 4, 2020, 07:00 PM IST
Youth Suicide Attempt, Friend Save His Life PT2M16S

છોટાઉદેપુરમાં જોવા મળી મિત્રતાની અનોખી મિસાલ

છોટાઉદેપુરના બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં યુવાનને મોતની છલાંગ લગાવી હતી. યુવકે તેના મિત્રને ફોન કરી અત્મહત્યા કરવાનું જણાવ્યું હતું. ત્યારે ફોન મૂકી મિત્રએ બાઇક લઈ કેનાલ પાસે પહોંચી તેના મિત્રની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન મોરખલા પાસે કેનાલમાં ડૂબતો મિત્ર દેખાઈ આવતા પોતે પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. પોતાના જીવના જોખમમાં મુકી એક મિત્રએ બીજા મિત્રને બચાવી બહાર લઈ આવ્યો હતો. કેનાલમાંથી બહાર લઈ આવી મિત્ર પ્રવિણ રાઠવાને દવાખાને લઈ ગયો અને સાથે પોલીસને પણ જાણ કરી હતી. પ્રેમ પ્રકરણમાં અત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મિત્રએ ખુલાસો કર્યો હતો.

Jan 27, 2020, 07:20 PM IST

VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના બે જવાનોએ બહાદ્દુરીનું પ્રદર્શન કર્યો તો તેમના મહાનિદેશક દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન ડીજી ડિસ્ક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે 
 

Jul 15, 2019, 06:10 PM IST