જાણો શું છે આરોગ્ય સેતુ એપ, કેવી રીતે કરે છે કોરોના વાયરસ સામે લડવામાં મદદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો.

જાણો શું છે આરોગ્ય સેતુ એપ, કેવી રીતે કરે છે કોરોના વાયરસ સામે લડવામાં મદદ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો. આ એપ કોરોના વાયરસ (Corona Virus)ને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. આ ખાસ એપ આસપાસ હાજર કોરોના પોઝિટિવ લોકો વિશે માહિતી મેળવવામાં મદદ કરશે. ડાઉનલોડ કર્યા બાદ આ એપ પૂછે છે કે શું તમને ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જો તમને કોઇ એવી સમસ્યા નથી, તો તમે ગ્રીન ઝોનમાં રહેશો.

આ એપ બ્લૂટૂથ અને લોકેશનને ઓન રાખવા માટે કહે છે. જ્યારે પણ તમે કોઇપણ ભીડભાડવાળા સ્થળ પર જાવ છો. આ એપ બ્લૂટૂથ વડે આસપાસના મોબાઇલને સંદેશની આપ-લે કરે છે. જ્યારે તમે કોઇની પાસે ઉભા રહ્યો અને પાસે ઉભેલો વ્યક્તિ પન ગ્રીન ઝોનવાળો નોર્મલ વ્યક્તિ જ છે પરંતુ તે વ્યક્તિ આજથી 10 દિવસ બાદ કોઇ કારણથી કોરોના પોઝિટિવ થઇ જશે તો આ એપ તમને તાત્કાલિક સતર્ક કરી દેશે. એવામાં તમે પોતાની તપાસ સુનિશ્વિત કરાવી શકો છો. આ એપ તમને હોટ સ્પોટ્ની સૂચના પણ આપી દેશે, જેથી તમે રસ્તો બદલી લો.

માનવ સંસાધન વિકાસ વિકાસ મંત્રાલયે આ એપ લોન્ચ કરી છે. 'આરોગ્ય સેતુ' નામની આ એપ દરેક ભારતીય સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે ડિજિટલ ઇન્ડીયા સાથે જોડાયેલી છે. મંત્રાલયન એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 'આ અતિઆધુનિક બ્લૂટ્યૂથ ટેક્નોલોજે, ગણિતના પ્રશ્નોને ઉકેલવાના નિયમોની રીત અલગોરિથ્મ અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરે છે, બીજા સાથે તેમની વાતચીત આધારે તેની ગણતરી કરશે.''

લોન્ચ થયા બાદ આરોગ્ય સેતુ એપને થોડા જ દિવસોમાં એક કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી ચૂક્યા છે. એંડ્રોઇડ અને આઇફોન બંને પ્રકારના સ્માર્ટફોન પર તેને ડાઉનલોડ કરી શકાય છે. 11 ભાષાઓમાં ઉપલબ્ધ, એપ અખિલ ભારતીય સ્તર પર ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે. તેની બનાવટ એવી છે, જે વધુ કામનું ભારણ લઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news