એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, 17 યુવતીઓની ધરપકડ
આ કોલ દિલ્હીથી આવાતા હોવાનું જાણતા અમદાવદની સાઈબર ટીમ દિલ્હી પહોંચી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું.
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદઃ એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકો સાથે છેતરપિંડી આચરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે દીલ્હીથી ઝડપી પાડી છે. એક્સિસ બેંકના ડેબિટકાર્ડ ધારકે ફોન કરવામાં આવતો ત્યાર બાદ તમારુ કાર્ડ જુનું થઈ ગયું છે અને ફોટા અને ચિપ વાળુ નવું કાર્ડ આપવાનું જણાવી ગ્રાહક નંબર પુછતા ગ્રાહક નંબરના પહેલા ચાર આંકળા પોતે બોલતા અને પાછળના ચાર આંકળા ગ્રાહક પાસે બોલાવતા હતા. તેમના મોબાઇલ ફોનમાં OTP નંબર આવે તે જાણી લઇ બીજા ફોન દ્વારા ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. આ સમગ્ર મામલાની જાણ સાયબર ટીમને થઈ અને આ કોલ દિલ્હીથી આવાતા હોવાનું જાણતા અમદાવદની સાઈબર ટીમ દિલ્હી પહોંચી અને એક ફ્લેટમાં ચાલતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી તે તમામે તમામ આરોપીઓ મહિલા આરોપી છે. આ કેસમાં 2 યુવકો ફરાર છે. પોલીસે મહિલા આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ અને પેટીએમ બેન્કના 327 જેટલા કાર્ડ કબજે કર્યા છે.
આ ઘટનાની તપાસ દરમ્યાન જાણવાં મળ્યું હતું કે આવા છેતરપિંડીના કોલ દિલ્હીથી કરાઇ રહ્યા છે. જેના આધારે સાયબર ક્રાઈમની ટીમ દિલ્હી પહોંચી હતી. ત્યાં એક ફલેટમાંથી 17 યુવતીઓને ઝડપી લીધી હતી. આ તમામ યુવતીઓ પોતાની ઓળખ છુપાવી એક્સિસ બેન્કમાંથી વાત કરે છે. તેમ જણાવી ડેબિટકાર્ડ જૂનું થઇ ગયું છે તો નવું ફોટો અને ચિપવાળું ડેબિટકાર્ડ મેળવવા માટે કાર્ડના આગળના ચાર નંબર પોતે જણાવતા અને પાછળના ચાર નંબર ગ્રાહકોને જણાવવા માટે કહેતા હતા. ગ્રાહક નંબર આપે એટલે તેમના મોબાઇલ ફોનમાં ઓટીપી નંબર આવે તે જાણી લઇ બીજા ફોન દ્વારા ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા.
આરોપી યુવતીઓની પૂછપરછ દરમ્યાન જાણવાં મળ્યું હતું કે, જ્યારે નોકરીએ રાખવામાં આવે તે પહેલા તેઓને ગ્રાહકો સાથે કઇ રીતે વાત કરવી અને તેમને વિશ્વાસમાં કઇ રીતે લેવા તેની ટ્રેનિંગ અપાતી હતી. પોલીસે યુવતીઓની વધુ પૂછપરછ શરૂ કરી કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે