સાયબર ક્રાઇમ

સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં લખ્યું I LOVE YOU MY જાન

શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી.

Nov 27, 2020, 08:53 PM IST

યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને કર્યા બિભત્સ મેસેજ, આરોપીની ધરપકડ

સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જિનિયર યુવાનની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. યુવતી સાથે સગાઈ ન થતા અને તેની સાથે વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને કારસ્તાન કર્યું હતું.

Oct 31, 2020, 01:45 PM IST

સાયબર ક્રાઇમના કેસ ઉકેલવા GTU તૈયાર કરશે સેના, શરૂ કર્યો નવો કોર્સ

રાજ્યભરમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા પણ સાયબર કેસોને ઉકેલવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિ.ના એક્સપર્ટની સમયાંતરે મદદ લેવાતી હોય છે.

Oct 22, 2020, 01:45 PM IST

સાયબર ચોર સસલાની ગતિએ ક્રાઇમ આચરે છે, સાયબર પોલીસ સસલાની ગતિએ ઉકેલ લાવે છે

ગુજરાતમાં રોજ અનેક લોકો સાઇબર ક્રાઇમનો શિકાર બનતાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષમાં સાઇબર ક્રાઇમની 2306 ઘટના નોંધાઇ છે. ત્યારે કેવી રીતે સાઇબર ક્રાઇમ બને છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટના. વર્ષ 2017 માં 458, વર્ષ 2018 માં 702, વર્ષ 2019માં  784, ઇન્ટરનેટ દ્વારા જીવનશૈલીમાં અગાઉના સમય કરતાં ઘણી સરળતા આવી ગઇ છે, પરંતુ પ્રત્યેક સિક્કાની બીજી બાજુ પણ હોય છે. હવે સાઇબર ક્રાઇમના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

Oct 13, 2020, 07:41 PM IST

સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ અને અધિકારીઓ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા, પોલીસ ઘોરનિંદ્રામાં

તાજેતરમાં આઇપીએસ અધિકારી સંજય ખરાટ, વિપુલ અગ્રવાલ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. ત્યારે હવે રાજકીય નેતા સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. કોંગ્રેસ ના ધારાસભ્ય નામનું કોઈ સાયબર ક્રાઇમ કરતી ટોળકીએ બનાવટી આઈડી બનાવી લોકો પાસે પૈસા માંગયા છે. ધારાસભ્યએ સાયબર ક્રાઇમમાં અરજી કરી. જો કે પોલીસ કેટલી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Oct 11, 2020, 04:55 PM IST

મહિલાનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બિભત્સ કોમેન્ટ કરનારની ધરપકડ

સોશિયલ મીડિયા ભલે લોકોને એક બીજાથી નજીક લાવવાનું માધ્યમ બન્યું હોય, પરંતુ લોકો માટે તકલીફ આપનારું પણ બન્યું છે, લોકો પોતાના ફોટા અપલોડ કરે છે, જેનો ઉપયોગ કરી કેટલાક લોકો ફેક એકાઉન્ટ બનાવી બદનામ કરતાં હોય છે

Oct 7, 2020, 11:36 PM IST

સાઇબર ક્રાઈમના ગુનામાં પ્રથમ વખત નારોલ પોલીસે પાસાની કાર્યવાહી કરી, આરોપીને ભુજ જેલમાં મોકલ્યો

ગુનાખોરી અને ગુનેગારો પર અંકુશ લાવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવવમાં આવ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતા જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવી સૌ પ્રથમ વખત સાઇબર ક્રાઈમના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ  પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કાયદામાં સુધારા બાદ પાસા હેઠળ હવેથી સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે.

Sep 21, 2020, 10:13 PM IST

ચોટીલાનો માસ્ટર માઇન્ડ રાજકોટની સગીરાને બનાવતો પોતાનો શિકાર, જાણો શું છે સમગ્ર કેસ

રાજકોટ સાઇબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. સગીરાઓ સાથે સોશિયલ મીડિયા પર ચેટીંગ કરી બિભત્સ ફોટોગ્રાફ અપલોડ ન કરવાની રૂપિયા માંગી બ્લેક મેઇલ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. જોકે રાજકોટમાં આ શખ્સોએ પાંચથી વધુ સગીરાને પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

Aug 31, 2020, 10:35 PM IST

પરીક્ષા આપવી ન પડે તે માટે ભેજાબાજ વિદ્યાર્થીએ કર્યું મોટું કારસ્તાન, જાણો શું છે ઘટના

જ્યારે ઓનલાઇન પરીક્ષા શરૂ થવાની હતી, તે અગાઉ વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવાઈ હતી. મોક ટેસ્ટના ડેટા એરોન વર્ગીસે GTUની સિસ્ટમ હેક કરી લીક કરી દીધો હતો.

Aug 19, 2020, 08:56 PM IST
Cybercrime complain gujarat PT5M58S

ગુજરાતમાં શું છે સાયબર ક્રાઇમની હાલત? જાણવા કરો ક્લિક

રાજ્યમાં અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ બે વર્ષમાં 771 નોંધાવવામાં આવી. જેમાં બે વર્ષમા 365 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને ૧૧૬૭ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

Mar 2, 2020, 05:50 PM IST

11 કરોડની ઓનલાઇન છેતરપિંડી મુદ્દે સાયબર ક્રાઇમે કરિયાણાનાં વેપારીને પકડ્યો !

શહેરના સેટેલાઈટમાં રહેતા વેપારી સાથે 11 કરોડના ઈ-ચીટીંગ મામલે અમદાવાદ શહેર સાયબર સેલ દ્વારા દિલ્હીના ભેજાબાજ પિતા પુત્રને ઝડપી પાડી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સામાન્ય કરીયાણાની દુકાન ધરાવતા પિતા અને કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલા પુત્ર સહિત ઠગ ટોળકીએ કોની મદદથી આ મસમોટુ કૌભાંડ આચર્યું અને તેમાં HDFC બેન્કના અધિકારીઓ સામેલ છે કે કેમ તે અંગે સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Feb 6, 2020, 06:20 PM IST
Savdhan Gujarat: Be Cautious When Using Technology PT5M47S

સાવધાન ગુજરાત: ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે રહો સતર્ક

આજના યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધ્યો છે તેટલું જ સાયબર ક્રાઈમનું પ્રમાણ પણ વધ્યું છે..પણ તમારી સતર્કતા તમને સાઈબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવી શકે છે. જીહા..તમે સતર્ક બની જો સાઈબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક સાધો તો સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અપરાધ થતાં રોકી શકે છે. કેવી રીતે જોઈએ આ અહેવાલમાં...

Jan 22, 2020, 12:15 AM IST

કલાકાર જિગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી દાગીના પડાવતો પ્રકાશ પકડાયો

ખ્યાતનામ ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj) દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મૂકવામાં આવી હતી. ત્યારે પોલીસે પ્રકાશ નામના આરોપીને પકડી પાડ્યો છે. 

Jan 18, 2020, 01:06 PM IST

અમદાવાદ: RSS- મોહન ભાગવતનાં નામે નકલી સંવિધાન, વર્ગવિગ્રહ કરવાનો પ્રયાસ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) અને તેના વડા મોહન ભાગવતને બદનામ કરવાનાં ઇરાદે નાગપુર સ્થિત સંઘ મુખ્યમથક તેમજ મોહન ભાગવતની તસ્વીરોનો ઉપયોગ કરીને નવું બંધારણ બનવાં જઇ રહ્યું છે. જેમાં નારીને ભગવાને માત્ર સંતાનોત્પત્તી માટે જ બનાવી હોવાનો અને તેનાં અધિકારોને હિન્દુ ધર્મ અનુસાર સીમિત કરવામાં આવી રહ્યા છે. બ્રાહ્મણ સમાજ સિવાયનાં વર્ગોનાં લોકો સિવાયનાં તમામ લોકો હલકી કક્ષાનાં છે, તેવું જણાવવાનો પ્રયાસ કરતી એક PDF ફાઇલ ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર ફરતી થઇ છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને વકીલ દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. 

Jan 17, 2020, 11:17 PM IST
Cyber Criminals Cheat In Ahmedabad With 11 People In 1 Day PT7M31S

અમદાવાદમાં સાયબર આરોપીઓ બેફામ, જાણો તેમનાથી બચવા માટે શું કરવું જોઇએ...

ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત અને વિશ્વાસ નામના બે પ્રોજેક્ટ નું લોન્ચીંગ કર્યું છે. ત્યારે સાયબર ક્રાઇમ ક્રાઇમના ગુનાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટની શરૂવાત કરવામાં આવી છે. ત્યારે લોકો સાયબર ક્રાઇમના ગુના વિષે શું જણાવી રહયા છે અને કઈ રીતે સાયબર ક્રાઇમના ગુનાની બચવું એ અંગે વાત કર ઝી 24 કલાકની સાથે...

Jan 11, 2020, 05:10 PM IST
Zee 24 Kalak Special Program Good News 22 December 2019 PT22M23S

Zee 24 Kalakનો સ્પેશિયલ પ્રોગ્રામ ગુડ ન્યૂઝ

આજ કાલ પ્રદુષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેના કારણે લોકોમાં પર્યાવરણના જતન માટે ગો ગ્રીન અભિયાન પણ ચલાવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને વૃક્ષારોપણ વિવિધ રીતે કરતા શીખવાના આવે છે પરતું આજની સોથી મોટી સમસ્યાએ છે કે લોકો પાસે વૃક્ષા રોપણ કરવા માટે જગુઆ જ નથી માથે જ અમદાવાદની હેતલ શાહ લોકોને જગ્યા વગર અને કેવીરીતે ઘરમાં જ પ્લાન્ટેશન કરવું તે એક નવી પધ્ધતિ થી શીખવી રહ્યા છે.

Dec 22, 2019, 02:15 PM IST
Zee 24 Kalak Special Program Good News 08 December 2019 PT23M1S

Zee 24 Kalakનો સ્પેશિયલ પ્રોગ્રામ ગુડ ન્યૂઝ

અમદાવાદનાં માધુપુરા ખાતે આવેલા વર્ષો જુના રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી માધુપુરાનાં નિવાસી અને અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવિન ભાવસાર દ્વારા દરિદ્રનારાયણની સેવા માટે અનોખો ખીચડી પ્રસાદ મહાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. માધુપુરાનાં રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી દર શનિવારે ભૂખ્યા ગરીબોને સાંજે 6 વાગે ખીચડીનો પ્રસાદ ભગવાન રામની શરણમાં મફતમાં આપવામાં આવે છે.

Dec 8, 2019, 12:40 PM IST

સાયબર એટેકર્સની ખેર નથી, ગુજરાત પોલીસ અને GTU વચ્ચે થયા ખાસ MoU

સાયબર ક્રાઇમનાં વધી રહેલા ગુન્હાને નાથવા માટે પોલીસ પાસે પુરતા નિષ્ણાંતો નહી હોવાથી ઘણા કેસ વણઉકલ્યા રહે છે

Nov 19, 2019, 06:06 PM IST
Zee 24 Kalak Special Program Good News PT25M51S

Zee 24 Kalakનો સ્પેશિયલ પ્રોગ્રામ ગુડ ન્યૂઝ

આજ કાલ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. તે એક એવું માધ્યમ છે જે તેમને દરેક વ્યક્તિ સાથે જોડી રાખે છે. પરંતુ કોઇપણ વસ્તુના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. તેવી જ રીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા છે. માટે જ જ્યારે તમે તેનો ઉપયોગ કરતા હોવ તો સાવચેતી રાખવી જરૂરી છે. જો તમે સાવચેતી ન રાખો તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડે છે.

Nov 17, 2019, 02:10 PM IST
Citizens Target arrested 19 members of online fraud gang PT2M53S

સીટીઝનને ટાર્ગેટ કરીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના 19 સભ્યોની ધરપકડ

11 રાજ્યોના સિનિયર સીટીઝનને ટાર્ગેટ કરીને તેમની આખી જીંદગીની મૂડી હડપ કરી જતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડી છે. 19 સભ્યોની આ ગેંગ દિલ્હીમાં એક કોર્પોરેટ કંપનીની જેમ ઓફિસ ધરાવી ઓનલાઇન ગુનાને અંજામ આપતી હતી. આ ગેંગે ઇન્સ્યોરન્સ પોલીસીના નામે લોકોને પોતાનો શિકાર બનાવ્યાં હતા.

Oct 12, 2019, 11:30 PM IST