ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ દાદરાનગર હવેલીમાં સભા ગજવી, પેટ્રોલ-ડીઝલના ભાવ પર આપ્યું મોટું નિવેદન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી (gujarat election) માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ બેઠક પર કબજે કરવા પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હીના ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારી (Manoj Tiwari) એ દાદરાનગર હવેલીના ઉત્તર ભારતીય મતદારોને રીઝવવા દાદરામાં ચૂંટણી પ્રચારની સભાઓ ગજવી હતી. 
ભોજપુરી સ્ટાર મનોજ તિવારીએ દાદરાનગર હવેલીમાં સભા ગજવી, પેટ્રોલ-ડીઝલના ભાવ પર આપ્યું મોટું નિવેદન

નિલેશ જોશી/સેલવાસા :સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી (gujarat election) માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. આ બેઠક પર કબજે કરવા પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હીના ભાજપના સાંસદ અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારી (Manoj Tiwari) એ દાદરાનગર હવેલીના ઉત્તર ભારતીય મતદારોને રીઝવવા દાદરામાં ચૂંટણી પ્રચારની સભાઓ ગજવી હતી. 

મનોજ તિવારીએ આગવા બિહારી અંદાજમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મનોજ તિવારીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા સેલ્ફી લેવા સાથે તેઓએ ભોજપુરી અંદાજમાં ગીત ગાઈને દાદરા નગર હવેલી (Dadra Nagar Haweli) લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી. આમ ભાજપના સ્ટાર પ્રચારક મનોજ તિવારી બે દિવસ સુધી દાદરા નગર હવેલીમાં ચૂંટણી સભાઓ ગજવશે. મહત્વપૂર્ણ છે કે, દાદરા નગર હવેલીમાં  મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય મતદારો છે. જેનું દાદરાનગર હવેલીના રાજકારણમાં વિશેષ મહત્વ છે. ત્યારે આથી આ પેટાચૂંટણીમાં પણ ભાજપના સ્ટાર પ્રચારકો દાદરાનગર હવેલીમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત અને શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે ઉત્તર ભારતીય મતદારોને રીઝવવા ભાજપે હવે મનોજ તિવારીને પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે.

સાથે સાથે મનોજ તિવારીએ કહ્યુ હતું કે, દેશમાં વેક્સીનેશન ચાલી રહ્યું છે. આપણો દેશ અમેરિકાથી પણ આગળ છે, ત્યારે જે પ્રમાણે વેક્સીન ડોઝ આપાઇ રહ્યા છે તેના પાછળ દેશના પ્રધાનમંત્રીને સેલ્યુટ કરવા જેવા છે. જેમણે દેશને કોરોનામાંથી બચાવી એક નવી જિંદગી આપી છે. મનોજ તિવારીએ દાદરા નગર હવેલીના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી અને આ જીતથી પ્રધાનમંત્રીના હાથ વધુ મજબૂત બનશે તેવુ કહ્યુ હતું. 

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારા મુદ્દે
દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અને ગેસના ભાવ અને મોંઘવારીને લઈ મનોજ તિવારીએ નિવેદન આપ્યું હતું કે, જે લોકો શિવસેના સાથે મહારાષ્ટ્રમાં બેઠા છે, તેઓ જે દેવું કરી ગયા હતા એ સરકાર ચૂકવી રહી છે. જેમનું ઓઇલ બોન્ડનું દેવું ચૂકવી રહ્યા છે. દોઢ લાખ કરોડનું દેવું યુપીએ સરકારે આપ્યું હતું. બસ થોડા દિવસોની વાત છે. એ પણ ભાવ ઓછો થઈ જશે. લોકોના માથા પરથી થોડા દિવસોમાં ભારણ ઓછું થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news