ગુજરાતમાં લોકરક્ષક દળમાં ભરતીની મોટી જાહેરાત, હાથમાંથી જવા ન દેતા સરકારી નોકરીની આ તક

ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ 10,459 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Updated By: Oct 23, 2021, 04:08 PM IST
ગુજરાતમાં લોકરક્ષક દળમાં ભરતીની મોટી જાહેરાત, હાથમાંથી જવા ન દેતા સરકારી નોકરીની આ તક

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત પોલીસ દળમા લોકરાક્ષક કેડરની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને  એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ 10,459 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે. આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩ ઓક્ટોબર, 2021 (બપોર 3 કલાકે  થી તારીખ 9 નવેમ્બર, 2021 (રાત્રે 11.59 સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.