રાશિફળ 7 નવેમ્બર: આ રાશીના જાતકોને થઈ શકે છે ધનપ્રાપ્તિ, તો ક્યાંક ઘરના ઘરનું સ્વપ્ન સિદ્ધ થાય

વિધિપૂર્વક વહીખાતાનું પૂજન કરવું, કોમ્પ્યુટરનું પણ પૂજન કરવું, ખિસ્સામાં શક્ય હોય તો ચાંદીનો સિક્કો રાખવો

રાશિફળ 7 નવેમ્બર: આ રાશીના જાતકોને થઈ શકે છે ધનપ્રાપ્તિ, તો ક્યાંક ઘરના ઘરનું સ્વપ્ન સિદ્ધ થાય

આજે 7 નવેમ્બર એટલે કે આસો વદ અમાસ. દિવાળીના તહેવાર પર આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે આસો વદ અમાસ છે અને આજે યોગ આયુષ્યમાન છે. તથા નક્ષત્ર સ્વાતિ છે. આજની ચંદ્ર રાશિ તુલા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ.

પ્રશ્ન – દિપાવલીના શુભદિનના મંત્રોચ્ચાર

  1. કરોતુ સા નઃ શુભહેતુશ્વરી, શુભાની ભદ્રાણ્યભિહન્તુ ચાપદઃ ..
  2. સર્વબાધાવિનિર્મુક્તો ધનધાન્યસુતાન્વિતઃ .

મનુષ્યો મત્પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ ..

  1. શક્ય હોય તો ભોજપત્ર ઉપર લાકડાની કલમથી કંકુ વડે આ મંત્રો લખવા
  2. પીળા કલરના પેપર ઉપર પણ આ મંત્ર લખવી તેને ધૂપ આપવું
  3. અને, તેને ઘરના કબાટમાં અથવા બેંકના લોકરમાં મૂકી શકાય

તારીખ

7 નવેમ્બર, 2018, બુધવાર

માસ

આસો વદ અમાસ (દિપાવલી)

નક્ષત્ર

સ્વાતિ

યોગ

આયુષ્યમાન

ચંદ્ર રાશી

તુલા (ર,ત)

 

  1. વિધિપૂર્વક વહીખાતાનું પૂજન કરવું
  2. કોમ્પ્યુટરનું પણ પૂજન કરવું
  3. ખિસ્સામાં શક્ય હોય તો ચાંદીનો સિક્કો રાખવો
  4. મસ્તક ઉપર કુમકુમનું અથવા ચંદનનું તિલક કરવું
  5. ભોજનમાં આજે પ્રથમ મિઠાઈનો ટુકડો જમવો
  6. કુબેરભંડારીનું પૂજન પણ અવશ્ય કરવું
     

મેષ (અલઈ)

  1. ધર્મકાર્યમાં મનને સુખ મળે
  2. કલાકારી ઉત્તમ
  3. રંગોળી પૂરવાનું મન થાય
  4. અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ છે

વૃષભ (બવઉ)

  1. લગ્નવાંછુ માટે વેવિશાળની વાતો આવે
  2. દૈનિક આવકમાં વૃદ્ધિ થઈ શકે છે
  3. ઉત્સાહમાં અવિવેક ન થાય તે જોવું
  4. ઘરના ઘરનું સ્વપ્ન સિદ્ધ થઈ શકે છે

મિથુન (કછઘ)

  1. માતા દ્વારા સુખ પ્રાપ્ત થશે
  2. મોસાળ દ્વારા લાભ મળે
  3. વેપારમાં આવક થાય
  4. ડેરી ઉદ્યોગ સાથે સંકલાયેલાને લાભ

કર્ક (ડહ)

  1. વાહનની સજાવટ વધે
  2. નકારાત્મકતાનું પ્રમાણ વધી શકે છે
  3. સંધ્યા સમયે મન શાંત સ્થિતિ પ્રાપ્ત કરે
  4. સંતાનને આજે શુભ સંકલ્પથી પ્રેરિત કરવો

સિંહ (મટ)

  1. પ્રમોશની તકો વધે
  2. માન-સન્માન વધી શકે છે
  3. સરકારી કાર્ય અટક્યું હોય તો પાર પડે
  4. આજે આરોગ્ય જળવાઈ રહે

કન્યા (પઠણ)

  1. પ્રવાસના કાર્યો વિલંબમાં મૂકાય
  2. મિત્રો દ્વારા ધનલાભ છે
  3. કાકા પાછળ ધન ખર્ચ થાય
  4. પણ, ધન પ્રાપ્ત પણ થાય

તુલા (રત)

  1. મનની પ્રફુલ્લિતતા વધે
  2. સાસરી પક્ષ તરફથી ધન પ્રાપ્ત થાય
  3. અચાનક ધનપ્રાપ્તિ પણ દેખાય છે
  4. આંખોમાં આજે ગજબની ચમક દેખાય

વૃશ્ચિક (નય)

  1. ધર્મપ્રવાસ થાય
  2. ડહાપણની દાઢ ખીલી ગઈ છે
  3. વાહનયોગ પણ દેખાઈ રહ્યો છે
  4. જીવનસાથી સાથે સંયમ રાખવો

ધન (ભધફઢ)

  1. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તરફ મન વળે
  2. ધર્મકાર્યોનો ખર્ચ લગભગ બમણો થાય
  3. મિત્રો સાથે સંબંધો વધુ ગાઢ બને
  4. પ્રેમ સંબંધો પણ પાંગરે

મકર (ખજ)

  1. આકરી ભાષા બોલી જવાય
  2. પેટની બિમારીથી સાચવવું
  3. પ્રેમમાં મન ઓળઘોળ થઈ જાય
  4. પાત્ર પસંદ કરવામાં ભૂલ ન થાય તે જોવું

કુંભ (ગશષસ)

  1. વેપારની તકો ઉજળી બને
  2. ઈલેક્ટ્રોનિક વ્યાવસાયીકોને લાભ
  3. રસાયણીક ખાતર સાથે સંકળાયેલાને લાભ
  4. નૃત્યકલા સાથે જોડાયેલાની કિર્તી વધે

મીન (દચઝથ)

  1. ભાષા વધુ કડક બને
  2. આરોગ્ય પણ જાળવવું
  3. પત્ની સાથે સંયમપૂર્ણ વ્યવહાર કરવો
  4. વિપરીત સંજોગોમાં પણ ઇચ્છાપૂર્તિ થતી જણાય છે

1. પ્રકાશનું પર્વ છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news