અડધા કિલોમીટર પગપાળા ચાલીને કેદારનાથ પહોંચ્યા પીએમ, મંદિરમાં કરી પૂજા

ઈઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરી કે, ઈઝરાયેલના લોકો તરફથી, હું મારા પ્રેમાળ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. રોશનીના આ ચમકદાર તહેવારથી તમને ખુશી અને સમૃદ્ધ મળે. અમને બહુ જ આનંદ થશે કે, તમે આ ટ્વિટનો જવાબ એ શહેરના નામથી આપો, જ્યાંથી તમે તહેવાર ઉજવી રહ્યાં છો. 

અડધા કિલોમીટર પગપાળા ચાલીને કેદારનાથ પહોંચ્યા પીએમ, મંદિરમાં કરી પૂજા

દિવાળીના પ્રસંગ પર ઉત્તરાખંડ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સીમા પર આવેલ હર્ષિલ બોર્ડર પર જઈને આઈટીબીપીના જવાનોને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેના બાદ તેઓ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. હેલિપેડથી ઉતર્યા બાદ તેઓ લગભગ અડધા કિલોમીટર સુધી પગપાળા નીકળ્યા હતા. તેમણે કેદારનાથ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી. 

નિર્માણ કામનું નિરીક્ષણ કર્યું
કેદારનાથ મંદિરમાં પૂજા કરતા પહેલા પીએમ મોદીએ અહીંના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીની કેદારનાથમાં આ ત્રીજી મુલાકાત છે. ગત બે વાર તેમણે મંદિરમાં રુદ્રાભિષેક કર્યો હતો. આ વખતે તેમણે જળાભિષેક કર્યો હતો. તેમણે મંદિરમાં આવીને નંદીને પ્રણામ કર્યા હતા. બાદમાં મંદિરની પરિક્રમા કરી હતી. ગળામાં માળા પહેરીને તેમણે મંદિરની પ્રદક્ષિણા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેઓ સેનાના જવાનોની સાથે બુધવારે દિવાળી ઉજવશે અને પોતાના અનુભવોની તસવીરો રજૂ કરશે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ તરફથી દિવાળીની શુભેચ્છાઓના જવાબમાં મોદીએ કહ્યું કે, દર વર્ષે હું અમારા સરહદીય વિસ્તારમાં જઉં છું અને જવાનોને હેરાન કરું છું. આ વર્ષે પણ હું બહાદુર જવાનો પાસે જઈશ. તેમની સાથે સમય વિતાવવો ખાસ બની જાય છે. તેમણે કહ્યું કે, બુધવારની સાંજે તેઓ તસવીરો શેર કરશે. 

ઈઝરાયેલના વડાપ્રધાને ટ્વિટ કરી કે, ઈઝરાયેલના લોકો તરફથી, હું મારા પ્રેમાળ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છાઓ આપું છું. રોશનીના આ ચમકદાર તહેવારથી તમને ખુશી અને સમૃદ્ધ મળે. અમને બહુ જ આનંદ થશે કે, તમે આ ટ્વિટનો જવાબ એ શહેરના નામથી આપો, જ્યાંથી તમે તહેવાર ઉજવી રહ્યાં છો. 

પીએમ મોદીની આ મુલાકાત પર સેના પ્રમુખ બિપીન રાવત પણ ઉપસ્થિત રહેશે. બિપીન રાવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર્ષિલ ઘાટીમાં સેનાના જવાનોની સાથે દિવાળી ઉજવશે. તો આર્મી ચીફ બિપીન રાવત પણ નેલાંગ ઘાટલ પહોંચીને આઈટીબીપી (ભારત-તિબેટ સીમા પોલીસ) ના જવાનોને પ્રોત્સાહન આપશે. તેના બાદ તેઓ હર્ષિલ પણ જશે. પીએમ સવારે 10 વાગ્યે કેદારનાથ ધામ પહોંચશે. તેના બાદ તેઓ જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરશે. 

કેદારનાથમાં પ્રગટાવાશે 5100 દીવડા
મંગળવારે કેદારનાથ મંદિરમાં દિવાળી અંતર્ગત એકસાથે 5100 દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન તરફથી આયોજિત દીપમાલા કાર્યક્રમ અંતર્ગત 5100 દીવડાઓને એકસાથે પ્રગટાવવાનો કાર્યક્રમ સાંજે 6 વાગ્યે શરુ થયો. મંદિરના ચારેતરફ દીવા પ્રગટાવવાથી આ પવિત્ર સ્થળ પર અલૌકિક નજારો જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news