રાણીબા તરીકે પ્રખ્યાત વિભુતી પટેલ ફરી ચર્ચામાં! મોઢામાં ચપ્પલ નાખીને દલિત યુવકને માર્યો ઢોર માર

અસામાજિક તત્વો બેફામ બનીને બિન્દાસ્ત રીતે કાયદો હાથમાં લઈને લોકોમાં ભયનો માહોલ ફેલવવા બેફામ બન્યા છે, ત્યારે મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા ગયેલ યુવાનને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે. યુવાનને મોઢામાં ચપ્પલ આપીને મહિલ સહિત 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. 

રાણીબા તરીકે પ્રખ્યાત વિભુતી પટેલ ફરી ચર્ચામાં! મોઢામાં ચપ્પલ નાખીને દલિત યુવકને માર્યો ઢોર માર

ઝી બ્યુરો/મોરબી: રાજ્યમાં દલિતો પર અત્યાચારનો વધુ એક મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અસામાજિક તત્વો બેફામ બનીને બિન્દાસ્ત રીતે કાયદો હાથમાં લઈને લોકોમાં ભયનો માહોલ ફેલવવા બેફામ બન્યા છે, ત્યારે મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા ગયેલ યુવાનને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે. યુવાનને મોઢામાં ચપ્પલ આપીને મહિલ સહિત 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. 

પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો
એટલું જ નહીં, રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા યુવાનને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હતો. આ ઘટના બાદ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાઈ છે. યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

દલિત અત્યાચારની ઘટનાથી ખળભળાટ
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, મોરબીમાં દલિત અત્યાચારની એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કરેલા કામનો પગાર લેવા ગયેલા દલિત યુવાનને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા નામની યુવતીએ તેમના ભાઈ સહિતના છ શખ્સો સાથે મળીને યુવકને મોઢામાં ચપ્પલ આપીને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ યુવકે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવેલી ફરિયાદ કરી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 23, 2023

પગાર તારીખે પગાર ના આવતા યુવકે ફોન કર્યો
મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું નામ નિલેશ કિશોરભાઈ દલસાણીયા છે, જેઓ 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરે નોકરીએ આવવાનું ના પાડી દીધું હતું, પછી આ વાતને પગાર તારીખ સુધી કોઈ વાંધો આવ્યો નહોતો. પરંતુ કંપનીની પગાર તારીખે પગાર ના આવતા યુવકે પોતાનો પગાર લેવા માટે પહેલા તો ફોન કર્યો હતો. જ્યાં ઓફિસે આવીને લઈ જવા કહ્યું હતું. ત્યારબાદ પીડિત યુવક પોતાના પાડોશી સાથે કંપનીએ પહોંચ્યો હતો. 

વાળ પકડીને મોઢામાં ચંપલ આપીને ઢોર માર્યો
પરંતુ, ત્યાં ડી.ડી. રબારી નામના વ્યક્તિએ યુવક સાથે આવેલા પાડોશી યુવકને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢામાં ચંપલ આપીને ઢોર માર્યો હતો. આ ઘટનામાં લેડી ડોનના વહેમમાં ફરતી વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુંઢ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યો હતો. એટલું જ નહીં,  આરોપીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હતી.

આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની કલમો લાગી
આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિલેશએ મોરબી એ ડિવિઝન પોલીસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની આઇપીસી કલમ 323, 504, 506 વિગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે હાલ તે ફરાર થઈ ગઈ છે.

વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી 
અગાઉ પણ આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા ચર્ચામાં આવી હતી. વિભુતી પટેલ સોશિયલ મીડિયામાં અનેક આપતિજનક વીડિયો જોવા મળી રહ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધતા વિભૂતી પટેલ ઉર્ફે રણીબા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news