અંબાજી મંદિરમાં દર્શન કરી શકાશે પણ ચાચર ચોક રહેશે એકદમ સુનો
Trending Photos
પરખ અગ્રવાલ/અંબાજી : આવતી કાલ 17 ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે નવરાત્રી માટે ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતા હોય છે, પણ આ વખતે કોરોનાએ ખેલૈયાઓની મજા બગાડી છે. કોવિડ-19 ના કારણે ચાલુ વર્ષે કોઈ પણ જાતના ગરબાનું આયોજન કરાશે નહિ. કેટલાક મંદિરો પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નવરાત્રી દરમિયાન બંધ રહેવાના છે, ત્યારે ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતી કાલે અંબાજી મંદિરમાં સવારે 7.30 કલાકે મંગળા આરતી કરાશે અને ત્યાર બાદ માતાજીનું ઘટ્ સ્થાપન વિધિ કરાશે. જો કે નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરમાં ત્રણ આરતી કરવામાં આવશે. જેમાં સવારે મંગળા આરતી બીજી ઘટ્ સ્થાપનની આરતી અને ત્રીજી સાયંકાલ આરતી 6.30.કલાકે કરવામાં આવશે. જો કે આરતી દરમિયાન યાત્રિકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહિ. આરતી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દર્શન નો લાભ લઇ શકશે.
જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીની અસર અનેક જગ્યાઓએ અનેક ક્ષેત્રે જોવા મળી છે. જેની અસર ધાર્મિક સ્થળો ઉપર મોટી પડી છે તેમ છતાં અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યાં યાત્રિકોએ માસ્ક પહેરી ઉભી કરાયેલી સેનેટાઈઝરની વ્યવસ્થામાંથી પસાર થવું પડશે. ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માતાજીના દર્શનનો લાભ લઇ શકશે. અંબાજી.મંદિરમાં આરોગ્યની બે ટીમ પણ તૈનાત કરાશે. જે સતત ટેમ્પરેચર અને અસરગ્રસ્ત ઉપર નજર રાખશે. અંબાજી મંદિરમાં ચાલુ વર્ષે ખેલૈયાઓ ગરબાનો લાભ નહીં લઈ શકે પણ શ્રધ્ધાળુઓ માતાજીના દર્શનનો લ્હાવો ચોક્કસ લઈ શકશે. જ્યાં પ્રસાદ પણ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે બોક્સ પેકેટમાં જ આપવામાં આવશે. જો કે નવરાત્રી દરમિયાન ગરબા કોરોનાની મહામારીના સંક્રમણને લઈ સરકારે બંધ રાખ્યા છે, પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રખાતા શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે