સુરતમાં કોરોનાની સ્થિતિ હજી પણ વિકટ, લોકો બેખોફ બનીને ફરી રહ્યા છે
Trending Photos
તેજસ મોદી/સુરત : શહેરમાં કોરોનાની મહામારી હજુ પણ નિયંત્રણમાં નથી આવી રહી, કારણ કે લોકો હજુ પણ નિયમોનું પાલન કરી રહ્યા નથી. જોકે બીજી તરફ તંત્રની પોઝિટિવ દર્દીઓને સાજા કરવાની મહેનત સફળ થઈ છે. હાલમાં સુરતનો રિકવરી રેટ 91.7 ટકા થયો છે. જ્યારે અઠવા અને કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.
સુરત શહેરમાં કોરોનાની મહામારી યથાવત રહેવા પામી છે. હાલમાં સુરત શહેરમાં કુલ 24121 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 703 દર્દીના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં 106 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 68 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 3 વેન્ટિલેટર, 15 બાઈપેપ અને 50 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 53 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 51 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર,4 બાઈપેપ અને 33 દર્દીઓ ઓક્સિજન પર છે. જોકે મહત્વની વાત એ છે કે સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 22111 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ શહેરનો રિકવરી રેટ 91.7 થયો છે.
સુરત શહેરમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ હાલ અઠવા અને કતારગામ ઝોનમાં જોવા મળી રહ્યું છે. અઠવા ઝોનમાં ગુરુવારે 35 દર્દીઓ સાથે કુલ 4445 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે કતારગામ ઝોનમાં 30 દર્દીઓ સાથે કુલ 4147 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અઠવા ઝોનમાં વૃધ્ધો અને યુવાનોમાં સંક્રમણની સંખ્યા વધી છે, ત્યાંજ કતારગામ ઝોનમાં હીરા ઉધોગ સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેમના પરિજનોમાં સંક્રમણ વધી રહ્યું છે.
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ અન્ય શહેરોની સરખામણીમાં ખૂબ સારો છે પરંતુ હજુ પણ સુરતના લોકો નિયમોનું પાલન કરી નથી રહ્યા ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક નહીં પહેરનારાઓની સંખ્યા વધી રહી છે, ત્યારે જો લોકો નિયમોની પાલન નહીં કરે તો કોરોનાને હરવવો મુશ્કેલ બની જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે