RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત નહીં લંબાવાય: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.
Trending Photos
હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવાની માંગ સંદર્ભે જણાવ્યુ છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની શક્યતા હોવાથી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવશે નહીં. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે ત્યારે જો RTE પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવવામાં આવે અથવા નામંજુર થયેલા ફોર્મમાં સુધારા કરવાની મુદત આપવામાં આવે તો, RTE હેઠળના પ્રવેશનો પ્રથમ રાઉન્ડમ સમયસર જાહેર કરી શકાય નહી. જેથી, વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર પડવાની સંભાવના રહેલી છે.
મંત્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, શૈક્ષણિક વર્ષ 2020-21માં RTE હેઠળ પ્રવેશ માટે 07 ઓગસ્ટ 2020ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી આધાર-પૂરાવા અરજદારો એકઠા કરી શકે તે માટે 07 ઓગસ્ટ 2020થી 18 ઓગસ્ટ 2020 સુધીનો કુલ 11 દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, ઓનલાઈન ફોર્મ ભરવા માટે 19 ઓગસ્ટ 2020 થી 29 ઓગસ્ટ 2020 સુધીનો કુલ 10 દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ, જરૂરી ડોક્યુમેન્ટં એકત્ર કરી ફોર્મ ભરવા માટે એકંદરે કુલ 23 દિવસ જેટલો સમય વાલીઓને આપવામાં આવ્યો છે.
ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, આ સમયગાળા દરમિયાન ઓનલાઇન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ http://rte.orpgujarat.com ઉપર વાલીઓ દ્વારા કુલ 2,04,420 જેટલી અરજીઓ સબમીટ થઇ છે. જે પૈકી, આજની તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએથી 1,19,697 અરજીઓ એપ્રુવ અને 24,045 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત 41,788 અરજીઓ વાલીઓ દ્વારા કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 18,890 અરજીઓની ચકાસણીની પ્રક્રિયા હાલ ચાલુ છે. અરજીઓની ચકાસણીની કામગીરી 07 ઓગસ્ટ 2020 સુધી કરવામાં આવનાર છે અને RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 11 સપ્ટેમ્બર 2020ના રોજ જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે