મોંઘીદાટ ખાનગી શાળાઓને શરમાવે તેવી છે આ પાદરાની શાળાની કામગીરી

કોરોનાની મહામારી વચ્ચે પોતાની ચિંતા કર્યા વગર પાદરાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોની ચિંતા કરી. મોંઘાદાટ શિક્ષણને ટક્કર મારે તેવી શાળાની કામગીરીને લઇ લોકોએ વખાણ કર્યા

Updated By: Sep 2, 2020, 06:42 PM IST
મોંઘીદાટ ખાનગી શાળાઓને શરમાવે તેવી છે આ પાદરાની શાળાની કામગીરી
પ્રતિકાત્મ તસવીર

મિતેશ માળી, પાદરા: કોરોનાની મહામારી વચ્ચે પોતાની ચિંતા કર્યા વગર પાદરાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ બાળકોની ચિંતા કરી. મોંઘાદાટ શિક્ષણને ટક્કર મારે તેવી શાળાની કામગીરીને લઇ લોકોએ વખાણ કર્યા. કોરોનાની મહામારીમાં શિક્ષકોએ પોતાના સ્વ ખર્ચે બાળકોના ઘરે જઈને આપ્યું શિક્ષણ. ગરીબ વર્ગના બાળકોને ત્યાં ટીવી કે મોબાઈલથી શિક્ષણ ન મેળવી શકતા બાળકોના ઘરે શિક્ષણ આપી બાળકો સાથે રહી 6 મહિના શિક્ષણ આપતા શિક્ષણ જગતમાં આગવું સ્થાન બનાવી દીધું. શાળાના બાળકોના અભ્યાસને લઈ શિક્ષણ વિભાગ અને પોતે મુખ્યમંત્રીએ પણ શાળાની પ્રસંશા કરી છે.

આ પણ વાંચો:- પૂનમની ભરતી પર આજે ભરૂચવાસીઓની નજર, જે નર્મદાની જળસપાટી વધારી શકે છે

મોંઘી ડાટ શાળાઓ અને શિક્ષણને વ્યવસાય બનાવનાર શાળાઓ માટે પાદરાના એક નાનકડા ગામની શાળાએ ચિંતામાં મૂકી દીધા. પ્રાઇવેટ શાળાઓએ જ્યારે શાળા ફીને લઈ શિક્ષણ બંધ કરી દીધું હતું. જેને લઇ વિદ્યાર્થીઓ પર માઠી અસર પડી હતી. ત્યારે પાદરાની એક સરકારી શાળાએ શિક્ષણ જગતમાં પોતાનું આગવી ઓળખ ઉભી કરી છે. જે શાળાના શિક્ષકોએ કોરોનાની મહામારી વચ્ચે પાદરા તાલુકાની ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર આખા વર્ષનું શિક્ષણ બાળકોને ઘરે બેઠા આપ્યું છે.

આ પણ વાંચો:- વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા

પરિવારનો સભ્ય જ્યારે પોતાના પરિવાર માટે મજૂરી કરી માંડ પરિવારનું ભરણ પોષણ કરતો હોય, ત્યારે મોબાઈલ કે ટીવી ખરીદી ના શકતો હોય, બીજી તરફ પોતાના ઘરમાં વીજળીનું કનેકસન પણ ન હોઈ, તો ડિજિટલ અભ્યાસ કેવી રીતે મેળવી શકે પોતાના બાળકો? જેની ચિંતા ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કરી અને લોકડાઉન દરમિયાન અત્યાર સુધી બાળકોના ઘરે બેઠા શિક્ષણ આપ્યું અને અત્યાર સુધીનો અભ્યાસ કર્મ માત્ર ધોરી વગાની શાળાએ પૂર્ણ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વાલીઓ પણ આ અભિગમને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો:- વડોદરામાં વિશ્વામિત્રીના પાણી લોકોના ઘરમાં ઘૂસવાની શરૂઆત થઈ

પાદરા તાલુકાના નરસિંહ પુરા ગામે આવેલી ધોરી વગા પ્રાથમિક શાળાના શિક્ષકો ડિજિટલ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓના ઘરે જ પ્રોજેકટર સહિતના ડિજિટલ પ્લેટ ફોર્મ દ્વારા શિક્ષણ પૂરું પાડ્યું છે. તમામ બાળકોને કોરોનાની મહામારીને લઈ સરકારની ગાઈડ લાઈન અનુસાર સોસીયલ ડિસ્ટન્સ સાથે શિક્ષણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Amul ડેરી ઈલેક્શનમાં રામસિંહ પરમારની પેનલ વિજેતા બની

શાળામાં અલગ અંદાજને લઇ રાજ્ય સહિત જિલ્લામાં પ્રથમ ક્રમાંકે રહેલી ધોરી વગા પ્રાથમિક શાળાની પ્રવૃતિઓને લઈ શાળામાં પ્રાઇવેટ સ્કૂલોના બાળકો પણ અભ્યાસ કરવા માટે એડમિશનની લાઈન લગાવે છે. ધોરી વગા પ્રાથમિક શાળાના કોરોના મહામારીના આ અભિગમ અને કાર્યને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિરદાવ્યું છે અને શાળાની ધોરણ 8માં અભ્યાસ કરતી જાનું પરમાર સાથે ચર્ચા પણ કરી હતી. ગુજરાતી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કડકડાટ અંગ્રેજીમાં વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયોમાં નજરે પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર