ભારત-ચીન તણાવ મુદ્દે અમેરિકાએ કહ્યું- અમે શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ
ભારત-ચીન સીમા પર તણાવ ચાલુ છે. આ તણાવને ઓછો કરવા માટે ઘણી મીટિંગ થઇ ચૂકી છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે અમે ભારત-ચીન સીમા પર સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ.
Trending Photos
નવી દિલ્હી: ભારત-ચીન સીમા પર તણાવ ચાલુ છે. આ તણાવને ઓછો કરવા માટે ઘણી મીટિંગ થઇ ચૂકી છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે અમે ભારત-ચીન સીમા પર સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ.
તમને જણાવી દઇએ કે સોમવારે ભારતીય સેનાએ કહ્યું હતું કે ચીની સેનાએ 29 અને 30 ઓગસ્ટ દરમિયાન રાત્રે પૈંગોગ સરોવરના દક્ષિણ તટ પર યથાસ્થિતિમાં એકતરફી રીતે ફેરફાર કરવા માટે 'ઉશ્કેરીજનક સૈન્ય ગતિવિધિઓ' કરી.' અત્યારે વિસ્તારમાં સ્થિતિ સંવેદનશીલ છે.
ત્યારબાદ મંગળવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હયું કે ચીની પીપુલ્સ લિબેરેશન આર્મી (પીએલએ) સોમવારે ફરી એકવાર 'ઉશ્કેરીજનક કાર્યવાહી' કરી. જ્યારે બંને પક્ષોના કમાન્ડર બે દિવસ પહેલાં પૈંગોંગ સરોવરમાં યથાસ્થિતિ બદલવાના ચીની પ્રયત્નો બાદ તણાવ ઘટાડવા માટે વાતચીત કરી રહ્યા હતા.
આ પહેલાં પોમ્પિઓએ કહ્યું હતું કે ચીનના અયોગ્ય વલણ વિરૂદ્ધ આખી દુનિયા એકજુટ થવાનું શરૂ થઇ ગયું છે અને દરેક મોરચે ચીનને પાછળ ધકેલવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશ અમેરિકાની સાથે ભાગીદારી કરી રહ્યા હતા. અમેરિકા વીઝા પાબંધીઓ, પ્રતિબંધો અને અન્ય માધ્યમો વડે ચીન પર દબાણ વધારી રહ્યું છે. જેથી દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના પહેલાંથી જ કડવા સંબંધો અને કડવાશ આવી છે.
We are hoping for a peaceful resolution of the situation on the India-China border: US Secretary of State Mike Pompeo pic.twitter.com/RtntTYYjDj
— ANI (@ANI) September 2, 2020
'ફોક્સ ન્યૂઝ'ને મંગળવારે આપેલા એક ઇન્ટરવ્યુંમાં પોમ્પિઓએ કહ્યું કે 'મને લાગે છે કે તમે જોઇ રહ્યા છો કે આ મૂળ સમજને લઇને આખી દુનિયા એકજુટ થવાનું શરૂ થઇ ગયું છે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી નિષ્પક્ષ, પરસ્પર અને પારદર્શી રીતે પ્રતિસ્પર્ધા કરવાની મનાઇ કરવા જઇ રહી છે.
ચીનની વિસ્તારવાદી નીતિને લઇને અમેરિકા બીજિંગ પર નિશાન સાધતું રહ્યું છે. મંગળવારે જ પેંટાગનની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના ત્રણ પડોશી દેશ સહિત લગભગ એક ડઝન દેશોમાં ચીન મજબૂત ઠેકાણા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેથી પીએલએ લાંબા અંતર સુધી પોતાનો સૈન્ય દબદબો બનાવી રાખી શકે.
પેંટાગનના રિપોર્ટમાં દાવો કર્યો કે ભારતના ત્રણ પડોશી દેશો-પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યામાં ઉપરાંત ચીન થાઇલેન્ડ, સિંગાપુર, ઇંડોનેશિયા, સંયુક્ત અરબ અમીરાત, કેન્યા, સેશલ્સ, તંજાનિયા, અંગોલા અને તજાકિસ્તાનમાં પોતાના સૈન્ય ઠેકાણ બનાવવા પર વિચાર કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે