આ માણસને મળી ફાંસીની સજા, કારણ જાણીને કહેશો very good

આરોપીને આ સજા મળતા સમગ્ર વિસ્તારમાં આ કેસની ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે

આ માણસને મળી ફાંસીની સજા, કારણ જાણીને કહેશો very good

જંબુસર : વર્ષ 2016માં જંબુસરના પિલુદરા ગામે 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવાનો મામલે ભરૂચ પોકસો કોર્ટે આરોપી શંભુ પઢીયારને ફાંસીની સજા ફટકારી છે. આરોપીને આ સજા મળતા સમગ્ર વિસ્તારમાં આ કેસની ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે અને બધા આ નિર્ણયને બિરદાવી રહ્યા છે. 

આ ઘટનાની વિગતો જોઈએ તો જંબુસરમાં આવેલાં પિલુદરા ગામે મહાદેવ મંદિરના પુજારી પ્રવિણગીરી પુનમગીરી ગોસાઇનો 4 વર્ષનો પુત્ર રોહિત ઉર્ફે શિતલ બપોરના સમયે પોતાના ઘરની આસપાસ રમતો હતો. તે વેળાં બપોરના સમયે ગામમાં રહેતાં શંભુ રાયસિંગ પઢિયારે તેને આઇસ્ક્રિમ ખાવાના બહાને લઇ ગયો હતો. જોકે શંભુ ગામનો યુવાન હોવાને કારણે લોકોએ તે પ્રત્યે કોઇ ખાસ ધ્યાન આપ્યું હતું. દરમિયાન આખો દિવસ પુર્ણ થઇ ગયાં બાદ પણ રોહિત ઘરે પરત નહીં આવતાં પરિવારજનો ચિંતીત બન્યાં હતાં. તેમણે રોહિતને શોધવાની કવાયત હાથ ધરી ગામમાં દરેક વિસ્તારમાં તપાસ કરી હતી. 

તપાસ દરમિયાન ગામમાં આવેલાં તળાવ પાસે પીરની દરગાહ પાછળથી રોહિતનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. રોહિતના ચહેરા પર બચકા ભરાયેલાં હોવાનું સ્પષ્ટ દેખાઇ આવ્યું હતું. ઘટનાની જાણ થતાં વેડચ પોલીસ મથકનો કાફલો પણ સત્વરે સ્થળ ઉપર ધસી આવ્યો હતો. પોલીસે મૃતબાળકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું જણાયું હતું. આખરે પોલીસે મૃતકના પિતા પ્રવિણગીરી ગોસાઇની ફરિયાદના આધારે શંભુ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news