ધનવાન કોંગ્રેસી સાંસદ કમલનાથની છે કરોડોની પ્રોપર્ટી: આંકડો સાંભળી ઉડશે હોંશ !

10 એકરમાં ફેલાયેલ આલિશાન બંગ્લામાં રહે છે કોંગ્રેસી સાંસદ કમલનાથ

Updated By: Apr 26, 2018, 06:41 PM IST
ધનવાન કોંગ્રેસી સાંસદ કમલનાથની છે કરોડોની પ્રોપર્ટી: આંકડો સાંભળી ઉડશે હોંશ !

નવી દિલ્હી : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કમલનાથને આજે પાર્ટીનાં મધ્યપ્રદેશ એકમનાં અધ્યક્ષ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી પ્રચાર સમિતીનાં પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. રાજ્યમાં આ વર્ષનાં અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પાર્ટી મહાસચિવ અશોક ગહલોત તરફથી અપાયેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધઈએ તત્કાલ પ્રભાવથી કમલનાથને મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ અને સિંધિયાને ચૂંટણીનાં પ્રચાર સમિતીનાં અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. 

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ પૈકીનાં એક કમલનાથની ગણત્રી દેશનાં સૌથી ધનાઢ્ય નેતાઓમાં થાય છે. 2014માં થયેલી ચૂંટણી દરમિયાન કમલનાથ દ્વારા દાખલ કરવામાં આવેલ હલફનામાંમાં ઉલ્લેખીત સંપત્તીનો અહેવાલ ઘણો ચોંકાવનારો હતો. કમલનાથ અને તેમનાં પરિવાર સાથે જોડાયેલી 23 કંપનીઓ છે. છિંદવામાં કમલનાથનો બંગ્લો 10 એકર જમીનમાં ફેલાયેલો છે. તમામ બિઝનેસ કમલનાથાં પુત્રો બકુલનાથ અને નકુલનાથ સંભાળે છે. જો કે હલફનામામાં કમલનાથે ઉલ્લેખ કર્યો હતો કે તેણે પોતાની પત્નીને 4.6 કરોડ રૂપિયાની લોન આપેલી છે. કમલનાથની પત્ની અલકાનાં નામે પણ 10.4 કરોડ રૂપિયાની સંપત્તી છે. 

34 વર્ષની ઉંમરે 1980માં સાંસદ તરીકે ચૂંટાઇને દિલ્હી પહોંચ્યા હતા. દેશનાં ટોપ 5 સંપત્તી ધરાવતા સાંસદો પૈકીનાં એક કમલનાથ ગત્ત ચૂંટણીમાં મોદી લહેર હોવા છતા પણ પોતાનું કદ્દ જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. પુર્વમંત્રી રહી ચુકેલા કમલનાથ છિંદવાડાનાં સાંસદ છે.