ભક્તિ : કેદારનાથ દર્શન માટે લેવાયો મહત્વનો નિર્ણય, શ્રધ્ધાળુઓને થશે રાહત

કેદારનાથ ધામની યાત્રાએ જનારા આમ ભક્તો માટે સારા સમાચાર છે. આ વર્ષે વીઆઇપી કલ્ચરને ખતમ કરનારો નિર્ણય લેવાયો છે. હવેથી ગરીબ અને અમીર માટે દર્શનમાં કોઇ ભેદભાવ નહીં રખાય.

ભક્તિ : કેદારનાથ દર્શન માટે લેવાયો મહત્વનો નિર્ણય, શ્રધ્ધાળુઓને થશે રાહત

કેદારનાથ : કેદારનાથ ધામની યાત્રાએ જનારા સામાન્ય ભક્તો માટે ગુડ ન્યૂઝ છે. આ વર્ષે વીઆઇપી કલ્ચરને ખતમ કરાશે. આમ શ્રધ્ધાળુ અને વીઆઇપી શ્રધ્ધાળુ વચ્ચે કોઇ ભેદ નહીં રખાય અને એક જ લાઇનમાં બાબા કેદારનાથના દર્શન કરશે. હવે ભક્તોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો પણ વારો નહીં આવે. દર્શન માટે માટેનો ભેદભાવ દુર કરાશે. 

મંદિર સુધી પહોંચવા 18 કિ.મીની સફર
કેદારનાથના દર્શન કરવા માટે અત્યાર સુધી શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગતી હતી. કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે શ્રધ્ધાળુઓએ 18 કિલોમીટર લાંબી મંઝીલ કાપવી પડે છે. પગપાળા કે ઘોડા-ખચ્ચરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ રસ્તો ઘણો વિકટ હોવાથી નજીક પહોંચતાં ભારે ભીડ જામતી હતી. એક લાઇન સામાન્ય ભક્તો માટે લાગતી તો બીજી લાઇન વીઆઇપી માટે લાગતી હતી. પરંતુ આ વરસથી વીઆઇપી કલ્ચર ખતમ કરવામાં આવ્યુ છે. અગાઉ વીઆઇપી શ્રધ્ધાળુઓ હેલીકોપ્ટરથી આવતા હતા અને એમને મંદિરમાં તુરંત જ પ્રવેશ અપાતો હતો. ઉપરાંત જે ભક્ત પૂજાની અલગથી પાવતી ફડાવે તો એને પણ આવો લાભ અપાતો હતો. જોકે વીઆઇપી કલ્ચર સામે વિરોધ ઉઠતાં સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.  

29 એપ્રિલથી ખુલશે મંદિરના કપાટ
કેદારનાથ મંદિરના કપાટ આ વખતે 29 એપ્રિલે ખુલવાના છે. આ વખતે શ્રધ્ધાળુઓ સાથે કોઇ જાતનો ભેદભાવ રાખવામાં નહીં આવે. તમામ યાત્રીઓને એક સાથે એક રીતે જ દર્શન કરવાનો મોકો આપવામાં આવશે. જે યાત્રી હેલીકોપ્ટર દ્વારા આવશે અને બદ્રી કેદાર મંદિર સમિતિની પાવતી ફડાવશે એણે પણ દર્શન કરવા લાઇનમાં જ ઉભા રહેવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news