રાજકોટમાં એમ્બ્યુલન્સની ઘટ, ટેમ્પો ટ્રાવેલર દોડાવવાનો આદેશ

રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસ વધતા એમ્બ્યુલન્સ (Ambulance) ખૂટી પડતા ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) નો તંત્રએ સહારો લીધો છે.

રાજકોટમાં એમ્બ્યુલન્સની ઘટ, ટેમ્પો ટ્રાવેલર દોડાવવાનો આદેશ

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ (Rajkot) માં કોરોના (Coronavirus) ના કેસ વધતા એમ્બ્યુલન્સ (Ambulance) ખૂટી પડતા ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) નો તંત્રએ સહારો લીધો છે. દર્દીઓ અને તેના સાગા સંબંધીઓ માટે ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller)  શરૂ કરવામાં આવી છે. સતત કેસ વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સની કામગીરી વધી ગઈ છે. 

રાજકોટ (Rajkot) માં કોરોનાના કેસ વધતા હવે એમ્બ્યુલન્સ સેવા વામણી સબીત થઈ રહી છે. જિલ્લા કલેકટરના આદેશથી ખાનગી ટેમ્પો ટ્રાવેલર ( (Tempo Traveller) ને કોરોનામાં દોડાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ની અંદર ટેમ્પો ટ્રાવેલર (Tempo Traveller) થી દર્દીઓને લઈ જવા માટે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

108ને કોરોના દર્દીઓના કેસ વધ્યા
ગત મહિને દિવસમાં 108માં 200 કોલ આવતા જે વધી ચાલુ મહિને 350 થયા.
108માં મોટાભાગના કોલ કોરોનાના આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news