બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા મા-બાપ માટે રાહતના સમાચાર, નવો પ્લે એરિયા બનાવ્યો!

SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવીન સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્ત પણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમતગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે.

બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા મા-બાપ માટે રાહતના સમાચાર, નવો પ્લે એરિયા બનાવ્યો!

અમદાવાદ: બાળકો સાથે હવાઈ મુસાફરી કરતા મા-બાપ માટે રાહતના સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું બનાવવામાં આવ્યું છે. બોર્ડિંગ ગેટ પહેલાં સુરક્ષા હોલ્ડ એરિયામાં બાળકો માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. ટોય જોય ટેલ્સનાં નવાં આઉટલેટમાં 6 મહિનાથી 10 વર્ષની વયના બાળકો સ્વચ્છ, સલામત, મનોરંજક અને નિયંત્રિત વાતાવરણમાં સક્રિય રમતગમતનો આનંદ માણી શકે છે.

SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવીન સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્ત પણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમતગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં બાળકોની ચિંતા કર્યા વિના માતા-પિતા મુક્તપણે ખરીદી કે આરામ ફરમાવી શકે છે. સામાન્ય રીતે માતાપિતા બાળકો સાથે મુસાફરી કરતા હોય ત્યારે ફ્લાઇટની રાહ જોવા માટે કાપવો પડતો સમય તણાવપૂર્ણ રહેતો હોય છે. તેવામાં બાળકોને વ્યસ્ત અને મનોરંજનમાં મસ્ત રાખવાનો આ ઉત્તમ વિકલ્પ મુસાફરીના અનુભવમાં સોનામાં સુંગંધ જેવો બની રહેશે.

SVPI એરપોર્ટ ટીમ મુસાફરોને અવનવી સુવિધાઓ પ્રદાન કરવા સતત પ્રયાસરત અને તેમની જરૂરિયાતોને સંતોષવા સમર્પિતપણે કામ કરી રહી છે. તાજેતરમાં ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટેશન માટે ઉબેર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી હતી, આરામદાયક મુસાફરી માટે એરપોર્ટ પર ખાસ સ્લીપિંગ પોડ્સ પણ સક્રિય કરવામાં આવ્યા છે. હવે નવો ઉમેરો બાળકો માટે છે, તેઓ મુક્તપણે રમી શકે છે અને એરપોર્ટ પર મનોરંજનના સંભારણા સાચવી પણ શકે છે.

એરપોર્ટ સ્થિત જોય ટેલ્સ પ્લે ઝોનમાં અલગ-અલગ બેબી અને જુનિયર ઝોન, સ્લાઇડ્સ અને કલરિંગ એક્ટિવિટી શીટ્સ સાથેના સોફ્ટ પ્લે એરિયાનો સમાવેશ થાય છે. અહીંયા થતી તમામ રમતગમતની પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે દેખરેખ હેઠળ અને પ્રશિક્ષિત સહાયકોની મદદથી કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news