દેવભૂમિ દ્વારકામાં નકલી લાયસન્સ કાઢવાનું મહાકૌભાંડ, અધિકારીઓની સહી બારોબાર કરી દેવાતી

જિલ્લાના દ્વારકામાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની વ્યવસ્થા કરી 54 જેટલા નકલી લાઇસન્સ બનાવી લવાનો બોગસ લાઇસન્સ બનાવી આપતો ઈસમ દ્વારકામાંથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં રહેતા સુલતાન આયુબભાઈ સોઢા જે લોકો પાસેથી નાણાં લઈ બનાવતી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું કામ કરતો હતો. જે બોગસ એટલે કે ખોટા લાઈસન્સ લઈ અન્ય લોકોને આપવાનું કામ કરતો હોય. જેની બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીના કર્મચારીઓને થતા સુલતાન સોઢા દ્વારકાના નારસંગ ટેકરી વિસ્તારમાં આવેલ તેના ઘરે હતો. 

Updated By: Jan 24, 2021, 11:46 PM IST
દેવભૂમિ દ્વારકામાં નકલી લાયસન્સ કાઢવાનું મહાકૌભાંડ, અધિકારીઓની સહી બારોબાર કરી દેવાતી

દિનેશ વિઠ્ઠલાણી/ દેવભૂમિ દ્વારકા : જિલ્લાના દ્વારકામાં ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની વ્યવસ્થા કરી 54 જેટલા નકલી લાઇસન્સ બનાવી લવાનો બોગસ લાઇસન્સ બનાવી આપતો ઈસમ દ્વારકામાંથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં રહેતા સુલતાન આયુબભાઈ સોઢા જે લોકો પાસેથી નાણાં લઈ બનાવતી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું કામ કરતો હતો. જે બોગસ એટલે કે ખોટા લાઈસન્સ લઈ અન્ય લોકોને આપવાનું કામ કરતો હોય. જેની બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીના કર્મચારીઓને થતા સુલતાન સોઢા દ્વારકાના નારસંગ ટેકરી વિસ્તારમાં આવેલ તેના ઘરે હતો. 

વડોદરામાં 3 લક્ઝુરિયસ કાર દારૂથી ખચોખચ ભરેલી મળી આવી, પોલીસ પણ ચોંકી ઉઠી

ત્યાં તેની પૂછપરછ કરતા કુલ 15 જેટલા બનાવટી લાઈસન્સ મળી આવ્યા હતા અને એક લાઈસન્સ ના 3હજાર રૂપિયા લેતો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આસપાસના લોકો અને તેને અન્ય લોકો દ્વારા કુલ 54 જેટલા બોગસ લાઇસન્સ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું. બોગસ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવી કોઈ રાજ્ય સેવક તેની ફરજ દરમિયાન લાઇસન્સ માંગે તો તેની સાથે ઠગાઈ કરવાનો અને ખોટા લાઇસન્સ તરીકે ઉપયોગ કરવાનો, આરટીઓ અધિકારી દ્વારા ઈશ્યુ થાય તો ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરી તેમજ સરકારી દસ્તાવેજને ખોટા હોવાનું જાણતો હોવા છતાં તેનો ઉપયોગ કરવા તે બોગસ લાઇસન્સ બનાવવામાં આવ્યા હતા. 

ગુજરાત કોંગ્રેસમાં કોઇ સારા નેતા જ નથી? છત્તીસગઢના ગૃહમંત્રીને નિરીક્ષક બનાવતા અનેક તર્ક-વિતર્ક

જેથી ખંભાળીયા એસઓજી દ્વારા આઈપીસી કલમ 465, 467, 468 , 471, 474 અને 114 મુજબનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડી કોવિડ 19 ટેસ્ટ કરાવ્યા બાદ હાલ અટકાયત કરી વધુ પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આટલું મોટુ કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube