હવે માત્ર અંબાજી જાઓ અને તમામ 51 શક્તિપીઠના દર્શન થશે, ગબ્બરની આસપાસ પરિક્રમા પથ બનશે
Trending Photos
અંબાજી : હવે શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત પર આવેલા 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકાશે. ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠ છે. ત્યારે આ શક્તિપીઠની પ્રદક્ષિણા કરવા માટે અંબાજી મંદિર વહીવટી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઇ છે. આગામી વર્ષેમા અંબાના કરોડો શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠની પ્રદક્ષિણા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષે દહાડે લાખો શ્રદ્ધાળુ અંબાજી માં આવતા હોય છે.
મા અંબાના ચરણોમાં શિશ નમાવતા હોય છે. જોકે, વહીવટીતંત્ર દ્વારા હાલ વિચારણા કરાઇ રહી છે કે, ત્રણ કે ચાર દિવસની યાત્રાળુઓ પ્રદક્ષિણા કરી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવે. ગિરનાર પર્વતની લીલી પરિક્રમાની જેમ હવે શ્રદ્ધાળુઓને અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શન કરી શકાશે. આ તમામ શક્તિપીઠોની પ્રદક્ષિણા કરી શકે તેવું આયોજન વહીવટી તંત્ર સાથે મળીને કરી રહ્યા છે.
આ અંગે બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યું કે, સુપ્રસિદ્ધ અંબાજી મંદિર 51 શક્તિપીઠ છે. આ શક્તિપીઠ પાસે ગબ્બર પર્વતની તળેટી ઉપર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 51 શક્તિપીઠ પરિકલ્પના સાકાર કરવામાં આવી છે. જેના હેટળ દેશમાં અને સાથે સાથે એશિયાના અલગ-અલગ દેશોમાં જે શક્તિપીઠો આવેલા છે, ત્યા તમામની પ્રતિકૃતિનું સ્થાપના કરવામાં આવી છે. વિધિવત રીતે પંડિતો દ્વારા જેતે શક્તિ પીઠની મુલાકાત કરી મુલાકાત બાદ તે પ્રમાણેની જ વિધિથી જ અહીંયા એની સ્થાપના કરવામાં આવી છે. એટલે અંબાજી આવતા જેટલા પણ યાત્રિકો છે એ અંબાજી થઈ તે એક જગ્યાએ તમામ 51 શક્તિપીઠોની મુલાકાત લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે