ગુજરાતમાં ફરી એકવાર નર્મદા ખાતે આવેલા ટેન્ટસિટીમાં યોજાશે ડી.જી.પી કોન્ફરન્સ

ગુજરાતમાં ફરી એકવાર DGP કોન્ફરન્સ યોજાશે. આગાઉ પણ ગુજરાતમાં કચ્છના ધોરડો ખાતે તમામ રાજ્યોના DGPની કોન્ફરન્સ યોજાઇ હતી.

ગુજરાતમાં ફરી એકવાર નર્મદા ખાતે આવેલા ટેન્ટસિટીમાં યોજાશે ડી.જી.પી કોન્ફરન્સ

અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર DGP કોન્ફરન્સ યોજાશે. આગાઉ પણ ગુજરાતમાં કચ્છના ધોરડો ખાતે તમામ રાજ્યોના DGPની કોન્ફરન્સ યોજાઇ હતી. આ વખતે પણ ગુજરાતના નર્મદા ટેન્ટસિટી ખાતે આ કોન્ફરન્સ યોજાશે. જ્યારે આ વખતે પણ  DGPની કોન્ફરન્સ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગૃહપ્રધાન હાજરી આપશે. આ કોન્ફર્નસ નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ છે.આ કોન્ફરન્સ 2 દિવસ સુધી ચાલશે. 

દેશની સુરક્ષાને લઇને થશે મહત્વના નિર્ણયો 
ગુજરાતમાં બીજી વાર DGPના કોન્ફરન્સ યોજાવાની છે. ત્યારે આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જોડાશે. અને દેશની સુરક્ષાને લઇને ચર્ચાઓ કરવામાં આવશે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગુન્હાહીત પ્રવૃતિઓને રોકવા માટે કેવા પ્રકારની કાર્ય કરવું તે અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news