Dholka Gujarat Chutani Result 2022: ધોળકામાં ભાજપ ઉમેદવાર કિરીટસિંહ ડાભીની જીત

Dholka Gujarat Chunav Result 2022: 2017માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કુલ 71,530 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 71,203 વોટ મળ્યા હતા. આમ 327 વોટની પાતળી સરસાઇથી ભાજપે કોંગ્રેસને હાર આપી હતી. બંનેને અનુક્રમે 44.47 ટકા અને 44.27 ટકા મત મળ્યા હતા.

Dholka Gujarat Chutani Result 2022: ધોળકામાં ભાજપ ઉમેદવાર કિરીટસિંહ ડાભીની જીત

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું મતદાન થઈ ચૂક્યું છે. હવે તમામ બેઠકો પર પરિણામની રાહ જોવાઈ રહી છે. આજે ઈવીએમનો પીટારો ખુલ્યો છે. ત્યારે જોઈએ કયા ઉમેદવારને પ્રજાએ બનાવ્યો છે પોતાનો નેતા...ધોળકા બેઠક અમદાવાદ જિલ્લામાં આવે છે. આ બેઠક 1962માં અસ્તિત્વમાં આવી. ધોળકા બેઠક પર કોળી પટેલ, દલિત અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. અહીંયા અત્યાર સુધી 13 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 5 વખત બીજેપી અને 8 વખત કોંગ્રેસે વિજય મેળવ્યો છે.

ધોળકાનું પરિણામઃ

ભાજપના કિરિટ સિંહ ડાભી ની જીત

જીલ્લો - અમદાવાદ 
બેઠક- ધોળકા 
પક્ષ- ભાજપ 
ઉમેદવાર- કીરીટસિંહ ડાભી 
રાઉન્ડ - 4
મતથી આગળ- 13119

ધોળકા વિધાનસભા બેઠકઃ
ધોળકા વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. ધોળકા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. પરંતુ છેલ્લી 2 ટર્મથી બેઠક પર ભાજપે વિજય મેળવ્યો. જોકે 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને વિજય મેળવવામાં પરસેવો વળી ગયો હતો. તેમનો માત્ર 327 મતથી વિજય થયો હતો. બેઠક પર કોળી પટેલ મતદારો 17.8 ટકા, પટેલ સમુદાય 10.8 ટકા, દલિત સમુદાય 17.8 ટકા, ક્ષત્રિય સમુદાય 15.3 ટકા, મુસ્લિમ સમુદાય 11.2 ટકા, ઠાકોર સમુદાય 10.2 ટકા, માલધારી સમુદાય 7.6 ટકા અન્ય સમુદાય 9.30 ટકા છે. તો આ બેઠક પર કુલ 2 લાખ 50 હજાર 854 મતદારો છે.

2022ની ચૂંટણીઃ
સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017માં ચૂંટણી લડી ચૂકેલા અશ્વિન રાઠોડને ફરી ટિકીટ આપી છે. તેમનો માત્ર 327 મતથી પરાજય થયો હતો. જ્યારે ભાજપે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ટિકીટ કાપીને કિરીટસિંહ ડાભીને ટિકીટ આપી છે. જ્યારે  આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જતુભા ગોળને ટિકીટ આપીને મુકાબલો ત્રિપાંખિયો બનાવી દીધો છે.

2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ધોળકા વિધાનસભા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના અશ્વિન રાઠોડને પરાજય આપ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 71,530 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના અશ્વિન રાઠોડને  71,203 મત મળ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મતની સરસાઈથી વિજય થયો હતો.

2012ની ચૂંટણી:
વર્ષ 2012માં ધોળકા બેઠક પર ભાજપે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે પ્રદ્યુમનસિંહ ચાવડાને ટિકીટ આપી હતી. જેમાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 75,242 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ ચાવડા 56,397 મતથી સંતોષ માનવો પડ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો 18,845 મતથી વિજય થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news