ચૂંટણીમાં ડાર્ક હોર્સ સાબિત થનાર નરેશ પટેલને દિલીપ સંઘાણીની સલાહ, હાર્દિક પટેલવાળી ન કરો તો સારું!!

‘સમાજના નામે રાજકારણ બંધ કરો... સમાજ એટલે કોણ પહેલાં એ જણાવો...’ નરેશ પટેલને રાજકારણમાં લાવવાના દબાણ પોલિટિક્સ પર ભાજપી નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર સીધો પ્રહાર કર્યો છે. રાજકોટમાં નરેશ પટેલને લઈ દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યુ છે. સાથે જ તેમણે હાર્દિક પટેલને લઈને મોટી વાત કહી છે. 
ચૂંટણીમાં ડાર્ક હોર્સ સાબિત થનાર નરેશ પટેલને દિલીપ સંઘાણીની સલાહ, હાર્દિક પટેલવાળી ન કરો તો સારું!!

ગૌરવ દવે/રાજકોટ :‘સમાજના નામે રાજકારણ બંધ કરો... સમાજ એટલે કોણ પહેલાં એ જણાવો...’ નરેશ પટેલને રાજકારણમાં લાવવાના દબાણ પોલિટિક્સ પર ભાજપી નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પર સીધો પ્રહાર કર્યો છે. રાજકોટમાં નરેશ પટેલને લઈ દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યુ છે. સાથે જ તેમણે હાર્દિક પટેલને લઈને મોટી વાત કહી છે. 

નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ચર્ચા તેજ બની છે. ગુજરાતના રાજકારણમાં દરેક પક્ષ નરેશ પટેલને પોતાનામાં લાવવા માટે રીતસરની હોડ લગાવી રહ્યાં છે. આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજના મત મેળવવા માટે નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ પાર્ટી નરેશ પટેલને પોતાનામાં લાવવા માંગે છે. વાત એ છે કે, નરેશ પટેલ જે પણ પક્ષમાં જશે તેના માટે ડાર્ક હોર્સ સાબિત થશે. ખોડલધામના પ્રણેતા હોવાની સાથે તેઓ પાટીદાર સમાજ પર મોટુ પ્રભુત્વ ધરાવે છે. 

... તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે
રાજકોટમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યુ કે, અગાઉ હાર્દિક પટેલે સમાજનો ઉપયોગ કરી રાજકારણ કર્યું હતું તેની હાલત શુ થઈ સૌ કોઈ જાણે છે. હવે બીજા હાર્દિક પટેલ ન બને તેવી આશા છે. નરેશ પટેલ હાર્દિક પટેલવાળી ન કરે તો સારું. નરેશભાઈને ખોડલધામના પ્રમુખ તરીકે ખૂબ જ આદર આપું છું. રાજકીય પક્ષના નામે હાર્દિક પટેલે મોટું રાજકારણ કર્યું હતું. આજે હાર્દિક પટેલની શું સ્થિતિ છે તે સૌ જાણે છે. સમાજને બીજા હાર્દિક પટેલ જેવી સ્થિતિ થાય. મારો મત નરેશભાઈના અંતર આત્મા કહેશે ત્યાં જોડાશે.

નરેશ પટેલની ચર્ચા વચ્ચે પાટીદાર સમાજની બેઠક મળશે
બીજી તરફ, રાજકોટમાં પાટીદારોની બેઠક મળવા જઈ રહી છે. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની આગામી 19મી માર્ચના રોજ બેઠક મળવાની છે. પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા નેતૃત્વમાં મળનારી લેઉવા પટેલ સમાજની બેઠક પર સૌની નજર મંડાયેલી છે. હાલ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જયેશ રાદડીયા કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની 19 માર્ચે બેઠક મળી રહી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ બેઠકમાં હાજરી આપશે. બે વર્ષ બાદ પ્રથમ વખત ટ્રસ્ટની બેઠક મળી રહી છે. ત્યારે હવે પાટીદાર સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે, તેની રાજકીય અને સામાજિક જગતના લોકોની મીટ મંડાયેલી છે. સહકારી જગતમાં જયેશ રાદડિયાને અત્યારે કેટલાક વિવાદને લઇ નિશાન બનાવ્યા છે, ત્યારે સમાજની આ બેઠક પણ ખૂબ જ મહત્વની ગણાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news