Vadodara locals News

વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની રજુઆતો છતા પણ નિંભર તંત્ર કુંભકર્ણનિંદ્રાધી
સ્માર્ટ સીટી અંતર્ગત વડોદરાના અનેક વિસ્તારોને ડેવલપ કરવામાં આવી ચુક્યાં છે અને અનેક સ્થળે ડેવલપમેન્ટ ચાલી પણ રહ્યું છે. ત્યારે સ્વચ્છતા અભિયાન વડોદરા પાલિકા દ્વારા વડોદરાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રથમ ક્રમાંકે લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આવી વાતો પાલિકા દ્વારા કરવામાં આવે છે, ત્યારે વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં આવેલ લખડીકોઈ વરસાદી કાંસમાં ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે. તેવામાં અનેક રજૂઆત સ્થાનિક અને કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે. તેમ છતા પણ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે કોંગ્રેસનાકાઉન્સિલર બાળું સૂર્વે દ્વારા લખડિકોઇ કાસમાં ઉતરીને વિરોધ કરવામાં આવ્યો હતો.
Mar 5,2022, 21:41 PM IST

Trending news