સાવધાન! જો તમે પણ દારૂમાં સોડા મિક્સ કરતાં હોય તો વાંચી લેજો આ સમાચાર, નહીં તો...

Never Mix These Things With Alcohol:મોટાભાગના લોકો દારૂનું સોડા સાથે સેવન એટલા માટે કરે છે કારણ કે તેનાથી તાત્કાલિક બ્લડ સાથે જઇને મળી જાય છે અને તાત્કાલિક વ્યક્તિને નશો ચઢી જાય છે. ઘણા લોકો દારૂને સોડા વિના પીવાનું વિચારી પણ શકતા નથી.

સાવધાન! જો તમે પણ દારૂમાં સોડા મિક્સ કરતાં હોય તો વાંચી લેજો આ સમાચાર, નહીં તો...

Never Mix These Things With Alcohol: ગુજરાતમાં દારૂબંધી છે આમ છતાં મોટાપાયે દારૂ પીવાય છે અને વેચાય પણ છે. દારૂનું સેવન કરવું હાનિકારક હોય છે, આ તો બધાને ખબર છે પરંતુ એક નવું ચલણ શરૂ થયું છે. જેમાં દારૂને સોડા અને કોલ્ડ ડ્રિંક સાથે મિક્સ કરીને પીવે છે. શું તમને ખબર છે કે આ પ્રકારે સોડા અથવા કોલ્ડ ડ્રિંક્સ સાથે દારૂ પીવાથી શરૂરને વધુ નુકસાન પહોંચે છે. આવો તેના વિશે જાણીએ કે આમ કેમ થાય છે, અને આમ કરવાથી શું નુકસાન થાય છે. 

કેમ લોકો દારૂનું સોડા સાથે કરે છે સેવન
મોટાભાગના લોકો દારૂનું સોડા સાથે સેવન એટલા માટે કરે છે કારણ કે તેનાથી તાત્કાલિક બ્લડ સાથે જઇને મળી જાય છે અને તાત્કાલિક વ્યક્તિને નશો ચઢી જાય છે. ઘણા લોકો દારૂને સોડા વિના પીવાનું વિચારી પણ શકતા નથી, પરંતુ આ પ્રકારે દારૂને સોડા સાથે મિક્સ કરીને પીવાથી કેટલું નુકસાન થાય છે, તેના પર ધ્યાન આપવું જરૂરી છે, તો આવો આમ કરવાના સાઇડ ઇફેક્ટ વિશે જાણીએ. 

દારૂ સોડા મિક્સ કરશો નબળાં પડી જશે હાડકાં
દારૂમાં સોડા મિક્સ કરીને પીવાથી બોડીમાં કાર્બન ડાઇ ઓક્સાઇડ જાય છે અને પછી તે લોહીમાં ભળીને આપણને નશાનો અહેસાસ આપે છે. સોડામાં ફાસ્ફોરિક એસિડ હોય છે જે આપણા શરીરમાંથી કેલ્શિયમને ઓછું કરે છે. તેના લીધે હાડકાં નબળા થઇ જાય છે અને જલદી ફેક્ચર થઇ શકે છે. 

દારૂમાં કોલ્ડ ડ્રિંક મિક્સ કરવાથી થાય છે આ નુકસાન
બીજી તરફ કોલ્ડ ડ્રિંકને દારૂ સાથે મિક્સ કરીને સેવન કરવાથી શુગર લેવલ વધી જાય છે, આ ઉપરાંત કોલ્ડ ડ્રિંકમાં કેફીન મળી આવે છે . જે શરીરને એક્ટિવ રાખવાનું કામ કરે છે, તો બીજી તરફ દારૂ પીવાથી શરીરમાં આળસ અને સુસ્તી આવે છે. તેના લીધે બંનેને સાથે પીવાથી નુકસાન થાય છે. આમ કરનારાઓને ડીહાઇડ્રેશન જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news