કોંગ્રેસના ગૃહમંત્રી હપ્તા ઉઘરાવતા હતા, AAP ની તાકાત હોય તો પંજાબમાંથી ડ્ર્ગ્સ પકડી બતાવેઃ હર્ષ સંઘવી
શંખનાદ 2022/ZEE24કલાક: ગુજરાતમાં કોણ ઘુસાડી રહ્યું છે ડ્ર્ગ્સનું દૂષણ? ક્યાંથી આવે છે ડ્ગ્સ? ડ્ગ્સના દૂષણને ડામવા માટે શું કરી રહી છે ગુજરાત સરકાર, ગૃહ વિભાગ અને ગુજરાત પોલીસ? તમામ સવાલોના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું જવાબ આપ્યાં જાણીએ...
Trending Photos
શંખનાદ 2022/ZEE24કલાક: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનું રણશીંગુ ફૂંકાઈ ચુક્યું છે. આ વખતે પહેલીવાર ગુજરાતમાં ત્રિપાંખિયા જંગની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. કારણકે, વર્ષોથી ચાલ્યા આવતા પરંપરાગત રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ કોંગ્રેસ ઉપરાંત આ વખતે ભ્રષ્ટાચાર વિરોધી અન્ના આંદોલનથી ઉભરી આવેલો આમ આદમી પક્ષ એટલેકે, AAP પણ ગુજરાતમાં પગ જમાવવા માટે મેદાનમાં ઉતર્યો છે. કોણ જીતશે? કોણ હારશે? ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોની કેવી તૈયારીઓ છે? એ તમામ સવાલોના જવાબો મેળવવા માટે ગુજરાતની નંબર-1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક દ્વારા શંખનાદ 2022 કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રીએ કહ્યુંકે, ચૂંટણીમાં રાજ્યકીય પક્ષો આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે તે સ્વાભાવિક છે. પણ ડ્ગ્સ એક સામાજિક દૂષણ છે અને આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. ગુજરાત સરકાર ડ્ગ્સના દૂષણને ડામવા માટે કટીબદ્ધ છે. કોઈપણ આરોપીઓને છોડવામાં નહીં આવે. ડ્ર્ગ્સ માફિયાનું સ્વાગત કરવા માટે ગુજરાતની જાંબાજ પોલીસ સજ્જ છે.
ડ્ર્ગ્સના દૂષણ માટે જવાબદાર કોણ?
ડ્ગ્સના દૂષણ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, હું રાહુલ ગાંધીને કહું છુંકે, જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે ત્યાંના ગૃહમંત્રીએ જે હપ્તા વસુલવામાં સમય ન કાઢ્યો હોત તો દેશમાં આ રીતે ડ્ગ્સનો વેપલો ન થતો હોત.
પંજાબની દરેક ગલીયોમાં ડ્ર્ગ્સ વેચાય છે, AAP ત્યાં કામગીરી કરી બતાવેઃ
હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા કહ્યુંકે, દેશમાં ડ્ર્ગ્સનું કેપિટલ પંજાબ રાજ્ય છે. પંજાબની દરેક ગલીઓમાં ડ્ર્ગ્સનો વેપાર ચાલે છે. ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે. આપની તાકાત હોય તો ત્યાં ડ્ર્ગ્સનું વેચાણ બંધ કરી બતાવે. ડ્ર્ગ્સનો વેપાર કરતા કાળા કારોબારીઓને પકડી બતાવે.
ગુજરાતમાં ડ્ર્ગ્સ ક્યાંથી આવે છે?
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, સૌ કોઈ જાણે છેકે, દેશમાં સૌથી વધારે ડ્ગ્સનો ધંધો-નશાનો આ કાળો કારોબાર પંજાબ અને મહારાષ્ટ્રમાં ચાલે છે. આ ઉપરાંત દિલ્હીમાં પણ આ દૂષણ વ્યાપેલું છે. ડ્ગ્સ હવે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. અને ગુજરાત વિરોધી તત્ત્વો ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ઈરાદા પૂર્વકનું ષડયંત્ર કરીને ગુજરાતમાં ડ્ગ્સ ઘુસાડી રહ્યાં છે.
ડ્ર્ગ્સના દૂષણને ડામવા સરકારનો શું પ્લાન છે?
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાતની શાંતિ ડહોળવા અને ગુજરાતના યુવાધનને અવળે રવાડે ચઢાવવા માટે એક મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ડ્ગ્સ ઘુસાડવામાં આવે છે. પણ ગુજરાત સરકાર અને રાજ્યનો ગૃહવિભાગ આ વસ્તુ ક્યારેય સાંખી નહીં લે. વિરોધીઓના બદઈરાદાઓ ક્યારેય કામીયાબ નહીં થાય. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ દૂષણને રોકવા માટે ગુજરાતમાં ડ્ગ્સ રિવોર્ડ પોલીસી બનાવી છે. આ પોલીસ અંતર્ગત ડ્ગ્સ અંગેની જાણકારી આપનારને તેનું નામ ગુપ્ત રાખીને તેને યોગ્ય રિવોર્ડ આપવાનું નક્કી કર્યું છે.
ડ્ર્ગ્સ મુદ્દે ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ શું કરે છે?
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ડ્ર્ગ્સ પકડવામાં આવે છે એટલે દેખાય છે. કોઈ સામે ચાલીને પોલીસ સ્ટેશનમાં ડ્ર્ગ્સ જમા કરાવવા નથી આવતું. ગુજરાતની જાંબાજ પોલીસ સામી છાતીએ જીવના જોખમે ડ્ગ્સ માફીયાઓને તેમના ઘરમાં ઘુસીને પણ પકડી લાવે છે. ખાસ કરીને ગુજરાત ATS ની ટીમ આ મુદ્દે ખુબ જ એક્ટીવ છે. ગુજરાત પોલીસ ગોળીઓનો સામને કરીને આવા તમામ ડ્ર્ગ્સ માફીયાઓને છેકે, પાકિસ્તાન બોર્ડર પર જઈને પણ પકડી લાવે છે.
એક વર્ષમાં ડ્ર્ગ્સ મુદ્દે શું કાર્યવાહી કરાઈ?
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, છેલ્લાં એક વર્ષમાં ડ્ર્ગ્સ કેસમાં ગુજરાત પોલીસે 650થી વધુ આરોપીઓને પકડવામાં આવ્યાં છે. દેશની તમામ રાજ્ય સરકારોને ચેલેન્જ છેકે, કોઈપણ સરકાર આનાથી વધુ કામગીરી કરી બતાવે. ગુજરાત પોલીસની ટીમે અત્યાર સુધી ડ્ર્ગ્સ કેસમાં 25 થી વધુ પાકિસ્તાનીઓને ઝડપી પાડ્યાં છે. એ રીતે જોઈએ તો ગુજરાત પોલીસે રોજના બે ડ્ર્ગ્સ માફિયાઓને પકડે છે. અત્યાર સુધી ગુજરાત પોલીસે 6500 કરોડનું ડ્ર્ગ્સ ઝડપી પાડ્યું છે. અને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે તે દિશામાં કામગીરી થઈ રહી છે.
ડ્ર્ગ્સ જેવા સામાજિક દૂષણ પર રાજનીતિ ના કરોઃ
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ડ્ર્ગ્સ એક સામાજિક દૂષણ છે. જે આપણી ભાવિ પેઢીને બરબાદ કરી શકે છે. તેથી આવા ગંભીર વિષય પર રાજકીય પક્ષોએ રાજનીતિ ન કરવી જોઈએ. હજુ પણ ગુજરાતમાં આ દૂષણ પુરી રીતે પ્રસર્યું નથી. અને ગુજરાતની ભાજપ સરકાર ત્યારેય આ દૂષણને ગુજરાતમાં પ્રસરવા નહીં દે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે