ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ કરી જાહેર, જાણો કાર્યક્રમ
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. ગાંધીનગર મહાનગર પાલિકા તથા ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી તથા ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી અને અન્ય ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખ પ્રમાણે 3 ઓક્ટોબરના રોજ મતદાન થશે. 6 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
આ છે ચૂંટણીનો કાર્યક્રમ
ચૂંટણી જાહેરાતની તારીખઃ 6 સપ્ટેમ્બર
જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખઃ 13 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખઃ 18 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 20 સપ્ટેમ્બર
ઉમેદવારો પાછી ખેંચાવાની તારીખઃ 21 સપ્ટેમ્બર
મતદાન તારીખઃ 3 ઓક્ટોબર
પુનઃમતદાનની તારીખ જો જરૂર પડી તોઃ 4 ઓક્ટોબર
મતગણતરી તારીખઃ 5 ઓક્ટોબર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખઃ 8 ઓક્ટોબર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પેટાચૂંટણી થશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીનગર મગાનગરપાલિકાની ચૂંટણીની સાથે ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. આ સાથે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકામાં બેઠકો ખાલી છે ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં 41 તાલુકા પંચાયતની 48 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.
ઈવીએમ દ્વારા થશે ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે. કોરોનાની ગાઇડલાઇન સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. ઇન્ટરનેટ ઉમેદવારી ભરવાની સુવિધા પણ ઉમેદવારોને આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે