આ જાડી ચામડીના ભ્રષ્ટાચારી બાબુઓ બેશરમ બનતા જાય છે? જગતના તાતને પણ નથી છોડતા!

Updated By: Dec 4, 2021, 06:11 PM IST
આ જાડી ચામડીના ભ્રષ્ટાચારી બાબુઓ બેશરમ બનતા જાય છે? જગતના તાતને પણ નથી છોડતા!
  • કાલે જ મહેસુલ મંત્રીએ પોતે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો
  • જાણે કાર્યવાહીની કોઇ અસર જ ન થઇ હોય તેમ ભ્રષ્ટાચારી અધિકારીઓ ફરી બેકાબુ 

આણંદ : જિલ્લાના તારાપુરની એમજીવીસીએલનાં નાયબ ઈજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના વલ્લી ગામે કમળની ખેતી માટે ખેડૂતએ વીજ કનેકશનની માંગણી કરી હતી. જે અંગે તારાપુરની MGVCLની કચેરીના ડેપ્યુટી ઈજનેર ડી એમ. વસૈયાએ સ્થળ તપાસ કરી ખેતી વિષયક વીજ જોડાણ મળી શકે તેમ નથી તેવો અભિપ્રાય આપ્યો હતો. 

ભરતસિંહ સોલંકીનું સ્ફોટક નિવેદન, કંગનાને પદ્મશ્રી આપ્યો, તો ખોડલધામના નરેશ પટેલને કેમ નહિ?

જો વીજ જોડાણ જોઈતું હોય તો બે લાખની લાંચ આપવી પડશે તેવી માંગણી કરી હતી. અંતે રકજકના અંતે લાંચની રકમ 60 હજાર નક્કી થઈ હતી અને તે માટે ખેડૂતએ  આણંદ ACB નો સંપર્ક સાધતા ACB એ તારાપુરની MGVCL કચેરીમાં લાંચનાં છટકાનું આયોજન કરતા નાયબ ઈજનેર ડી એમ વસૈયા 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. રંગેહાથ લાંચ લેતા પકડાઈ જતા ACB પોલીસે ગુનો નોંધી નાયબ ઇજનેરની ઘરપકડ કરી હતી.

VISA મેળવવા હોય કે લગ્ન કરવા હોય, ભકતોની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ દાદા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે જ લાંચીયા બાબુઓની રિમાન્ડ લેવા માટે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતે દરોડા પાડવા પડ્યા હતા. અમદાવાદ ખાતે કડક કાર્યવાહી કરતા સમગ્ર કચેરીના સ્ટાફની બદલીના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત બે ઉચ્ચ અધિકારીઓ અને વચેટીયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટેના આદેશ આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ખુદ મંત્રીએ કરેલી કડક કાર્યવાહી છતા જાડી ચામડીના થઇ ચુકેલા સરકારી કર્મચારીઓને કોઇ ફરક જ ન પડતો હોય તે પ્રકારે બીજા જ દિવસે ભ્રષ્ટાચાર ચાલુ કરી દીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube