Bird Flu: ભારતમાં પક્ષીઓમાં મળી રહેલ બર્ડ ફ્લૂ વાયરસ કેટલો ખતરનાક છે?
What is H5N1 Virus: દેશના અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયા પછી પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. કેટલાંક રાજ્યોમાં પક્ષીઓને મારવાના સમાચાર પણ આવી રહ્યા છે. રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા છે. કેરળમાં તો બર્ડ ફ્લૂને રાજકીય સંકટ જાહેર કરવામાં આવ્યું છે.
- દેશના અનેક રાજ્યોમાં ફેલાયો બર્ડ ફ્લૂનો વાયરસ
- રાજસ્થાન, હિમાચલ, મધ્ય પ્રદેશમાં સેંકડો પક્ષીઓના મૃત્યુ
- કોરોના પછી હવે દેશમાં બર્ડ ફ્લૂનો મોટો ખતરો
Trending Photos
નવી દિલ્લી: ભારતમાં હજુ કોરોના મહામારીનો ખતરો ટળ્યો પણ નથી ત્યારે એક નવી બીમારીએ દેશમાં એન્ટ્રી કરી લીધી છે. દેશના અનેક રાજ્યોમાં પક્ષીઓણાં બર્ડ ફ્લૂ (H5N1)ની પુષ્ટિ થઈ છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણામાં પક્ષીઓના મોતના સમાચાર પછી પ્રશાસન અલર્ટ થઈ ગયું છે. બર્ડ ફ્લૂ વાયરસ અત્યંત ખતરનાક હોય છે અને તે માણસોને પણ નુકસાન પહોંચાડી શકે છે. કેટલાંક કિસ્સાઓમાં તો વ્યક્તિની સ્થિતિ કફોડી બની જાય છે.
પક્ષીઓમાં મળેલ વાયરસ કેટલો ખતરનાક:
દેશના અલગ-અલગ રાજ્યોમાં મૃત્યુ પામેલા પક્ષીઓમાં H5N8 અને H5N1 વાયરસ મળ્યો છે. કેટલીક જગ્યાએ કાગડાઓમાં H5N8વાળો વાયરસ મળ્યો છે. આ વાયરસ ઘણો ચેપી હોય છે. સામાન્ય રીતે આ વાયરસ પક્ષીઓમાં મળી આવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પક્ષીઓથી આ વાયરસના માણસોમાં પ્રવેશવાના કોઈ પૂરાવા મળ્યા નથી. પરંતુ સામાન્ય રીતે તેનાથી બધાએ સાવચેત રહેવાની જરૂરિયાત છે. ભારતમાં આ સમયે પ્રવાસી પક્ષી ઘણી મોટી સંખ્યામાં છે.
H5N1 વાયરસ કેટલો ખતરનાક:
H5N1થી લઈને H5N5 બર્ડ ફ્લૂ વાયરસને ઘાતક માનવામાં આવે છે. તે ઘણો ચેપી હોય છે. જોકે H5N8 એવિયન ઈન્ફ્લૂએન્ઝાથી માત્ર કાગડાઓના જ મૃત્યુ થયા છે. H5N1 વાયરસને WHO ઘણો ખતરનાક ગણે છે. ખાસ વાત એ છે કે આ વાયરસથી માણસોમાં ટ્રાન્સમિશનની કોઈ પુષ્ટિ થઈ નથી. જો માણસો તેની ઝપેટમાં આવી જાય તો ઘણો જીવલેણ સાબિત થઈ શકે છે. આ વાયરસથી પીડિત 60 ટકા લોકોના મૃત્યુ થઈ જાય છે.
H5N1 વાયરસ કેટલો ચિંતાજનક:
WHOના જણાવ્યા પ્રમાણે માણસોમાં H5N1 વાયરસનું સંક્રમણ ઘણું ખતરનાક હોય છે અને તેનાથી અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. જ્યારે મૃત્યુનો આંકડો ઘણો વધારે હોઈ શકે છે. જો H5N1 વાયરસ મ્યૂટેટ થઈ જાય તો તેનાથી માણસથી માણસમાં સરળતાથી ટ્રાન્સમિશન થઈ શકે છે.
મનુષ્યોમાં બર્ડ ફ્લૂના લક્ષણ શું હોય છે:
1. શરદી
2. ઉઘરસ
3. શ્વાસ લેવામાં તકલીફ થવી
4. વારંવાર ઉલટી થવી
5. સ્નાયુઓ ખેંચાઈ જવા
6. ડાયેરિયા
7. છાતીમાં દુખાવો થઈ શકે છે
2013માં પહેલીવાર માણસથી માણસમાં ફેલાયો હતો બર્ડ ફ્લૂ:
પહેલા પક્ષીઓના સંપર્કમાં આવવાથી બર્ડ ફ્લૂનો ખતરો હતો. પરંતુ 2013માં ચીનમાં માણસોથી માણસોમાં બર્ડ ફ્લૂ હોવાનો પહેલો કેસ સામે આવ્યો હતો. પિતાથી સંક્રમિત થયેલી 32 વર્ષની પુત્રીનું મૃત્યુ થયું હતું. તેની પહેલાં માણસોથી એકબીજાના સંપર્કમાં આવવાથી H7N9 વાયરસ ફેલાવાના પૂરાવા મળ્યા નથી.
દેશના અનેક રાજ્યોમાં ફેલાયો છે બર્ડ ફ્લૂ:
રાજસ્થાન,મધ્ય પ્રદેશ પછી હિમાચલ પ્રદેશ અને કેરળમાં પણ બર્ડ ફ્લૂનો કહેર છે. આ રાજ્યોમાં સેંકડો પક્ષીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જેના કારણે ત્યાંની સરકારોએ અલર્ટ જાહેર કરી દીધું છે. તો બર્ડ ફ્લૂના કારણે બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં પણ સાવધાની રાખવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે