ગુજરાતમાં હવે નકલી જમીન માલિકનો કિસ્સો! કરોડોનો પ્લોટ ખાઈ જનાર ત્રણ 'બાઘડબિલ્લા'ની ધરપકડ
30 કરોડનો પ્લોટ મલિકના ખોટા દસ્તાવેજ ઉભા કરી સાચા તરીકે ઉપયોગ કરી આરોપીએ પોતાના નામે દસ્તાવેજ કરી લેતા છેતરપિંડીના ગુનામાં eow ક્રાઇમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: એસજી હાઇવે નજીકની અભિશ્રી રેસિડન્સી 3 સોસાયટીનો 30 કરોડનો પ્લોટ મલિકના ખોટા દસ્તાવેજ ઉભા કરી સાચા તરીકે ઉપયોગ કરી આરોપીએ પોતાના નામે દસ્તાવેજ કરી લેતા છેતરપિંડીના ગુનામાં eow ક્રાઇમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાતમાં નકલી અધિકારી બાદ હવે નકલી જમીનના માલિકનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ EOW ક્રાઇમ બ્રાન્ચે ત્રણ એવા શખ્સોની ધરપકડ કરી છે જેના નામ છે પાર્થ નરેન્દ્ર શાહ, મેહુલ પ્રવિણચંદ્ર પરીખ અને કિશોર કેશવ પંચાલ આ ત્રણેય પૈકિ પાર્થ નરેન્દ્ર શાહ એ મુખ્ય આરોપી છે. જેને પોતાનો ક્રિમિનલ દિમાગનો ઉપયોગ કરીને એસજી હાઇવે નજીકમાં આવેલ પ્રાઈમ લોકેશનનો 30 કરોડનો પ્લોટનો દસ્તાવેજ ફરિયાદીના નામના ખોટા દસ્તાવેજ બનાવીને આરોપી પાર્થ નરેન્દ્ર શાહ પોતાના નામે કરી લીધો હતો. આ પ્લોટ અભિશ્રી રેસિડન્સી 3 સોસાયટીમાં આવેલ છે. જેની કિંમત 30 કરોડની થવા પામે છે. પ્લોટ પાર્થ નરેન્દ્ર શાહ એ પોતાના નામે કરી વેચાણ કરે પહેલા જ પોલીસે ધરપકડ કરી લીધી છે. કઈ રીતે આખું કૌભાંડ આચર્યું આવો પહેલા ફરિયાદી પાસેથી સાંભળીએ.
મુખ્ય આરોપી પાર્થ નરેન્દ્ર શાહ ફરિયાદી ધ્રુવીશ મહેતા ની પિતા નો જૂનો ભાગીદાર હતો ત્યારે પાર્થ નરેન્દ્ર શાહ ને ખ્યાલ હતો કે મહેતા પરિવાર નો 30 કરોડ નો રહેણાંક માટે નો પ્લોટ અભિશ્રી રેસિડન્સી 3 સોસાયટી માં આવેલ છે અને પરિવાર અમેરિકા વસવાટ કરે છે. જેથી અમદાવાદમાં અવરજવર ઓછી છે. જેનો ફાયદો ઉઠાવી ને આરોપી પાર્થ નરેન્દ્ર શાહે પહેલા પ્લોટ માલિક ધ્રુવીશ મહેતાના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા.
ચૂંટણી કાર્ડ આધારકાર્ડ અને પાનકાર્ડનો સમાવેશ થવા પામે છે ત્યાર બાદ ફરિયાદી ધ્રુવીશ મહેતા જેવો દેખાવ અને તેના જેવો લુક આપી એક જીગર શાહ નામના વ્યક્તિ ને દસ્તાવેજ કરાવવા માટે તૈયાર કર્યો જેને 19 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. ત્યારબાદ દસ્તાવેજ સમયે આરોપી પાર્થ નરેન્દ્ર શાહે પોતાના જ બે સાક્ષી મેહુલ પ્રવિણચંદ્ર પરીખ અને કિશોર કેશવ પંચાલ ઉભા કર્યા હતા હતા. બાદમાં દસ્તાવેજ બનાવીને પોતાના નામનો દસ્તાવેજ કરાવી નાખ્યો હતો.
આ તમામ પ્રક્રિયા પુરી થયા બાદ મુખ્ય આરોપી પાર્થ નરેન્દ્ર શાહે બજાર માં પ્લોટ 30 કરોડ માં વેચવા માટે મૂક્યો હતો ત્યારે બ્રોકર અને સોસાયટી ના લોકો ને માલુમ થયું કે પ્રેમ લોકેશન વાળો પ્લોટ વેચાણ છે જેથી બ્રોકર અને સોસાયટીના સભ્યોએ ફરિયાદના પિતાનો ટેલિફોનિક સંપર્ક રોક્યો કે તમારે પ્લોટ વેચવાનો છે તો અમારે લેવો છે ત્યારે ફરિયાદી ને ચોંકી ગયા હતા અને તાબડતોડ અમેરિકાથી અમદાવાદ આવી રેવન્યુ વિભાગમાં તપાસ શરૂ કરી ત્યારે માલુમ થયું કે આ પ્લોટ તો ખોટા ધ્રુવીશ મહેતા નામના વ્યક્તિ એ આરોપી પાર્થ નરેન્દ્ર શાહ ને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે.
મહેતા પરિવારે EOW ના દરવાજા ખખડાવતા EOW ની અલગ અલગ ત્રણ ટીમોએ તપાસ શરૂ કરતા આખું કૌભાંડ બહાર આવતા EOW ક્રાઇમ બ્રાંચે દસ્તાવેજ કરાવી લેનાર મુખ્ય આરોપી પાર્થ નરેન્દ્ર શાહ, બે સાક્ષી મેહુલ પ્રવિણચંદ્ર પરીખ અને કિશોર કેશવ પંચાલની ધરપકડ કરી ફરાર જીગર શાહની શોધખોળ શરુ કરી છે. આ આખું કૌભાંડ ક્યારે અને કોણે કોણે પાર પાડ્યું ખોટા દસ્તાવેજ બનાવવા માટે કોણે કોણે મદ્દ્દ કરી એ અંગે તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે