રાજ્યમાં રોગચાળો બેકાબૂ થતાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ, ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો

રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે

રાજ્યમાં રોગચાળો બેકાબૂ થતાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ, ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો

ઝી મીડિયા બ્યુરો: રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના 4 મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટ અને વડોદરામાં રોગચાળાના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. તો કેટલીક હોસ્પિટલોમાં બેડ પણ ફૂલ થઈ ગયા છે. તો ક્યાંક દર્દીઓની જમીન પર સારવાર કરવામાં આવી રહી છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટની સિવિલ હૉસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની કતારો લાગી છે.  ઓગસ્ટ મહિનાની સરખાણમીમાં સપ્ટેમ્બરના એક જ અઠવાડિયામાં રોગચાળાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય તાવના 29 હજારથી વધુ કેસ નોંધાયા. તો સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સામાન્ય તાવના 4 હજાર જેટલા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ 66 કેસ નોંધાયા છે તો ડેન્ગ્યૂના સાત અને ચિકનગુનિયાના છ કેસ નોંધાયા છે. તો સામાન્ય શરદી ઉધરસના એક જ અઠવાડિયામાં 923 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના 307 કેસ નોંધાયા છે.

વડોદરામાં પણ રોગચાળો બેકાબૂ બન્યો છે. વડોદરામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઉલટીના કેસમાં ધરખમ વધારો થયો છે. ડેન્ગ્યુના 38, તાવના 517, ચિકનગુનિયાના 9 અને ઝાડાના વધુ 54 કેસો નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં 778, ચિકનગુનિયાના 431, ઝાડા ઊલટી અને તાવના કુલ 10,136 કેસો નોંધાયા છે. જો કે, વડોદરામાં રોગચાળો વકર્તા સયાજી હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સયાજી હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી.

ત્યારે આ મામલે દર્દીના પરિજન પિયુષ બારીયાએ જણાવ્યું હતું કે, કેટલાક પલંગ રઝડતા મૂકી રાખ્યા, દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા નથી. સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર અપાતી નથી. દર્દીઓનું તંત્ર સાભળતું જ નથી. ગઇકાલે એક મૃતદહે પણ પડેલો હતો, પણ તેને ચાદર પણ ઓઢાડી ન હતી. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવે છે. ગઈકાલે 37 દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news