BELLA CIAO... BELLA CIAO: સદીઓથી ચાલ્યું આવતું આ ગીત એક સમયે ગરીબોનો અવાજ હતું!

THE HISTORY OF BELLA CIAO SONG : મ્યુઝીક માટે કાયમ કહેવામાં આવે છે કે, જ્યારે તમે તેનો એહસાસ કરવા લાગો છો તો તમે તમારા દરેક દર્દ ભુલી જાવો છો. આ વાચો એમ જ તો ના કહેવામાં આવી હોય. આના પાછળ ઘણા બધા ઉદાહરણ છે. આપણા દેશની આઝાદીમાં પણ ગીતો અને કવિતાઓએ ખુબ મહત્વની ભુમિકા નિભાવી હતી. માત્ર આપણા જ દેશમાં ગીતો અને કવિતાથી આઝાદી નથી આવી પણ ઘણા અન્યા એવા દેશો છે. જ દેશોએ ગુલામી જોય છે.

BELLA CIAO... BELLA CIAO: સદીઓથી ચાલ્યું આવતું આ ગીત એક સમયે ગરીબોનો અવાજ હતું!

ઝી બ્યૂરો, અમદાવાદઃ મ્યુઝીક માટે કાયમ કહેવામાં આવે છે કે, જ્યારે તમે તેનો એહસાસ કરવા લાગો છો તો તમે તમારા દરેક દર્દ ભુલી જાવો છો. આ વાચો એમ જ તો ના કહેવામાં આવી હોય. આના પાછળ ઘણા બધા ઉદાહરણ છે. આપણા દેશની આઝાદીમાં પણ ગીતો અને કવિતાઓએ ખુબ મહત્વની ભુમિકા નિભાવી હતી. માત્ર આપણા જ દેશમાં ગીતો અને કવિતાથી આઝાદી નથી આવી પણ ઘણા અન્યા એવા દેશો છે. જ દેશોએ ગુલામી જોય છે.

No description available.

આવું જ એક ગીત છે, 'બેલા ચાઉ' (Bella Ciao). હાલમાં મની હાઇસ્ટ (Money Heist)ની સિઝન 5 આવી છે. આ એક સ્પેનિશ સીરીઝ છે. જેનું અસલ નામ કાસા દી પેપેલ (Casa De Pepel) છે. જેનો અર્થ થાય છે કાગળનું ઘર. આ સીરીઝ દુનિયાભરમાં લોકોને પસંદ આવી રહી છે.

અમે આજે આ સીરીઝની સ્ટોરી વિશે નથી વાત કરવાના, પણા આ સીરીઝના ગીત બેલા ચાઉ વિશે તમને જણાવવા જઈ રહ્યા છે. આ ગીત ભલે મની હાઇસ્ટ આવ્યા બાદ ભારતમાં ફેમસ થયું હોય. આ ગીત સદીઓ જુનું છે. આજે ભલે તમે જોશ જોશમાં આ ગીત ગાવો છો. પણ આ ગીતનો એક ઈતિહાસ રહ્યો છે.

આ ગીત ઈટલીનું લોકગીત છે. જેમાં મોદીનાની દુર્દશા વિશે જણાવવામાં આવ્યું છે. મોદીના ઈટાલીયન શબ્દ છે. જેનો મતલબ ચોખા વિણવાવાળા મજુર છે. 1900ની સદીમાં ઈટલીના પો બેસિન નદીની આજુ બાજુ કામ કરતા લોકોની હાલત ખુબ જ ખરાબ હતી. આ લોકો ઈટલીમાં ગરીબી અને શ્રમ પરિસ્થિતિના પ્રતીક હતા. જોકે, આ ગીત કોણે લખ્યું હતું તેની કોઈ માહિતી નથી. પરંતુ, તે સમયે આ ગીતના બોલ કઈ અલગ હતા. થોડા સમય બાદ ઈટલીમાં મુસોલિનીની સરકાર આવી છે. અને ઈટલીમાં રેસ્સિટન્સ આંદોલનનો જન્મ થયો. આ આંદોલન સાથે બેલા ચાઉના નવા બોલ આવ્યા. પહેલા આ ગીતથી દેશના ગરીબ લોકો પોતાની દુર્દશા કહેતા હતા. પરંતું, થોડાં વર્ષો બાદ આ ગીત 'el partizano'ની વાત કહેવા લાગ્યું. el partizano યુવા સૈનિકોની ફોજ હતી જે ફોજે મુસોલિનીની સરકાર સામે માર્ચો માંડ્યો હતો.

ત્યારબાદ, આ ગીત વિશ્વ યુદ્ધ 2 દરમિયાન પણ લોકો ગાતા હતા. જ્યારે, ઈટલી નાઝીયોનો સાથ છોડી પોતાની એક અલગ ઓળખ સાથે આગળ વધવાનો પ્રયાસ કરી રહી હતી. ઘણા બધા યુરોપિયન ફૂટબોલ ક્લબ પણ પોતાના ખેલાડીઓમાં જોશ ભરવા માટે આ ગીત ગાતા હોય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news