દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા : સામાન્ય રીતે છેવાડાના માનવીને જ્યારે સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ હોય ત્યારે તેને શહેરના અનેક ધક્કા ખાવા પડતા હોય છે. વળી જો મધ રાત્રીએ કોઈ નાગરિકને સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી ઉભી થાય અથવા અચાનક તબિયત લથડે તો યોગ્ય સમયે યોગ્ય નિદાન ન થવાના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, તેવામાં શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત કોટણા ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આયોગ્યની સેવા, સુવિધા, સંભાળ અને સારવાર માટે ભારતમાં પ્રથમ ડિજિટલ ડોકટર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
સંસ્થાના સ્થાપક દિવ્યેશ ત્રિવેદીએ કોરોના કાળમાં અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોની મદદ કરી ગામડાઓમાં સેવાકીય કાર્ય દરમિયાન તેમણે ત્યાં આરોગ્ય લક્ષી સેવાનો અભાવ જોવા મળ્યો. જેથી તેમને ગ્રામ્ય વિસ્તારના લોકોની મદદે આવવાની હઠ પકડી અને પછી થઈ એક નવી શરૂઆત.સંસ્થા તેમજ નિષ્ણાતો દ્વારા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હેલ્થ કિયોસ્ક(એક પ્રકાર નું હેલ્થ એટીએમ) વિકસાવવામાં આવ્યું છે. જેની મદદથી દર્દીઓની વિવિધ સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદોનું નિદાન કરવું શક્ય બન્યું છે. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓના વધતા ભારને દૂર કરવા માટે હેલ્થ કિઓસ્ક એક આદર્શ ઉપાય છે. આ વિશેષ પ્રકારના હેલ્થ કિયોસ્ક મશીન અનેક ખાસીયતો ધરાવે છે.
વસ્તી વિષયક વિગત, મુખ્ય ફરિયાદો, સંબંધિત ફરિયાદો, તબીબી અને સર્જિકલ ઇતિહાસ, સ્ક્રિનિંગ, કામચલાઉ નિદાન, દવા અને લેબ રિપોર્ટ વગેરેની માહિતી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શહેરના ધક્કા ખાધા વિના પોતાના ગામમાજ મળી રહે તેવા પ્રકારનું ખાસ પ્રોગ્રામિંગ આ મશીનમાં કરવામાં આવ્યું છે. જેથી આ મશીન હેલ્થ એટીએમ પણ કહેવામાં આવે છે. આ હેલ્થ કિઓસ્કનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતા ડોકટરો પરનો ભાર ઘટાડવાનો છે.
શહેરના અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા ભારતમાં પ્રથમ વાર ડિજિટલ ડોકટર પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. જે હાલ શહેરના છેવાડે આવેલા કોટણા ગામમા કાર્યરત છે. સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલું આ સેવા કાર્ય ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
મશીનના માધ્યમથી કેવા પ્રકારની આરોગ્ય લક્ષી સેવાઓની મદદ લઇ શકાય ?
* સામાન્ય પેથોલોજી ટેસ્ટ
* પલ્મોનરી સ્ક્રીનીંગ
* ડાયાબિટીક સ્ક્રિનિંગ
* પલ્મોનરી સ્ક્રીનીંગ
* હિમોગ્લોબિન
* બ્લડ સુગર
* યુરિન સુગર ટેસ્ટ
* લોહી માં રહેલા લાલ રક્ત કણો
* કાર્ડિયાક અને પલ્મોનરી સ્ક્રિનિંગ
* બ્લડ પ્રેશર, પલ્સ,શ્વસન દર,
* હૃદય અને ફેફસાનું નિદાન (Auscultation), BMI
* ઉંચાઈ, વજન, બ્લડ પ્રેશર, પલ્સ,વગેરે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે