વિશ્વ વિખ્યાત MS યુનિ. ફરી ચર્ચામાં! વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં થયો બીજો 'કાંડ'

વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, તેવામાં યુનિવર્સિટી સત્તાધીશો પર બોગસ સર્ટી બનાવી કોભાંડ આચર્યા હોવાનો સ્ફોટક ખુલાસો થતાં યુનિવર્સિટીમાં ચાલતા વહીવટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

Trending Photos

વિશ્વ વિખ્યાત MS યુનિ. ફરી ચર્ચામાં! વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં થયો બીજો 'કાંડ'

હાર્દિક દીક્ષિત/વડોદરા: વિશ્વ વિખ્યાત એમ.એસ યુનિવર્સિટી ને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવા પ્રકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, તેવામાં યુનિવર્સિટી સત્તાધીશો પર બોગસ સર્ટી બનાવી કોભાંડ આચર્યા હોવાનો સ્ફોટક ખુલાસો થતાં યુનિવર્સિટીમાં ચાલતા વહીવટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી વિવિધ આંદોલનોના કારણે યુનિવર્સિટી સતત ચર્ચામાં છે. વિદ્યાર્થીઓના વિવિધ જૂથો વચ્ચે મારામારીની ઘટનાઓના કારણે યુનિવર્સિટીની આબરૂના લીરેલીરા ઉડ્યા છે તેવામાં આજ યુનિવર્સિટી ના એક સેનેટ સભ્ય દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો સામે ગંભીર પ્રકારના આક્ષેપો લગાવાતા યુનિવર્સિટીનો માહોલ ગરમાયો છે.

સેનેટ સભ્ય કપિલ જોષી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, યુનિવર્સિટીના કેટલાક કોભાંડી સત્તાધીશો દ્વારા નેક ની ટીમ ને સારું દેખાડવા તેમજ નેકના રેન્કમાં અવ્વલ રેહવા માટે બોગસ સર્ટિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્ષ 2022ના ઓગસ્ટ મહિનાની 22 તારીખથી 25 તારીખ દરમિયાન નેકની ટીમ દ્વારા યુનિની ગુણવત્તા ચકાસવા માટે ઇન્સ્પેક્સન કરાયું હતું. જેમાં કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા ISO 21001-2018નું બોગસ સર્ટી મુકવામાં આવ્યું હતું.

વધુમાં તેમને આરોપ લગાવતા જણાવ્યું હતું કે યુનિની રેન્ક વધારવા IAF (ઇન્ટરનેશનલ એક્રીડેશન ફોરમ)નું બોગસ સર્ટિ બનાવાયું હતું. સેનેટ સભ્ય કપિલ જોષીને શંકા જતા તેમના દ્વારા IAF પાસે સર્ટી અંગે ખુલાસો પૂછતા સંસ્થા એ આ પ્રકારના સર્ટિને મંજૂરી ન આપી હોવાનો એકરાર કર્યો હતો. જેથી સર્ટિ બનાવનાર એજન્સી અંગે તપાસ કરતા સર્ટિ તેમજ એજન્સી બંને બોગસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સેનેટ સભ્ય કપિલ જોષીએ યુનિવર્સિટી સત્તાધીશોને સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરી કોભાંડ અંગે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી છે.

એક તરફ ખુદ યુનિવર્સિટીના જ સેનેટે સભ્ય એ સત્તાધીશો સામે ગંભીર આરોપી લગાવ્યા છે. તેવામાં યુનિવર્સિટી ના રજીસ્ટાર કૃષ્ણરાજ સિંહ ચુડાસમા સમગ્ર મામલે ગંભીર ન હોય તેમ વર્તી રહ્યા છે. યુનિવર્સિટીના સત્તાધીશોની તથસ્તતા સામે વેધક સવાલો ઉઠ્યા છે ત્યારે સર્ટિફિકેટ કોભાંડ મામલે યુનિ રજીસ્ટાર કે.એમ ચુડાસમા એ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી ની વિવિધ ફેકલ્ટીમાં વિવિધ કોર્સ ચાલતા હોય છે. આ તમામ કોર્સની ગુણવત્તા ચકાસવા માટે યુનિવર્સિટી દ્વારા એજન્સી ને કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે સેનેટ સભ્ય એ નેક માં રજુ કરાયેલું સર્ટિ બોગસ હોવાની રજૂઆત કરી છે. 

યુનિવર્સિટીના વહીવટમાં મહત્વનો હોદ્દો ધરાવતા રજીસ્ટારે તો સેનેટે સભ્યના રજૂઆત કરવાના સ્થળને જ ખોટું ગણાવી દીધું હતું. હેડ ઓફિસની યુનિવર્સિટી અંગે જાણે કોઈ જવાબદારી જ ન હોય તેમ રજીસ્ટાર કે એમ ચુડાસમાએ જણાવ્યું હતું કે બોગસ સર્ટિ અંગેની રજૂઆત જેતે વિભાગ અથવા ફેકલ્ટી ને કરવાની હોય છે. સેનેટ સભ્યએ હેડ ઓફીસ ખાતે રજૂઆત કરી છે તો એની તપાસ કરાશે. હેડ ઓફિસ દ્વારા કોમર્સ ફેકલ્ટી પાસે ISO સર્ટી અંગેની વિગતો માંગવાશે. યુનિવર્સિટી દ્વારા તપાસ ના અંતે રિપોર્ટ સુપરત કરાશે. 

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ના સત્તાધીશો સામે નેકમાં સારું રેન્કિંગ મેળવવા બોગસ સર્ટિ રજુ કરી કોભાંડ આચરાયું હોવાનો આરોપ લાગતાં યુનિવર્સિટીની ગરિમાને લાંછન લાગ્યું છે, ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સમગ્ર કોભાંડ અંગે નિષ્પક્ષ તપાસ કરાશે કે પછી ભીનું સંકેલાશે એ જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news