ગુજરાતમાં ITI પાસ ઉમેદવારો માટે મોટી તક! આ મોટી મોટી કંપનીઓમાં ડાયરેક્ટ ઈન્ટરવ્યું આપી મેળવી શકો છો નોકરી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજ રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ITI ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં જિલ્લાની તેમજ જિલ્લા બહારની કંપનીઓ હાજર રહી હતી.

ગુજરાતમાં ITI પાસ ઉમેદવારો માટે મોટી તક! આ મોટી મોટી કંપનીઓમાં ડાયરેક્ટ ઈન્ટરવ્યું આપી મેળવી શકો છો નોકરી

ઝી બ્યુરો/દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલ ITI માં આજ રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ વિભાગમાં જિલ્લાની અને જિલ્લા બહારની કંપની આવી હતી અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આજ રોજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ITI ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં જિલ્લાની તેમજ જિલ્લા બહારની કંપનીઓ હાજર રહી હતી. આ કંપનીઓની અંદર ટેક્નિકલ તેમજ નોન ટેક્નિકલ , ITI , SSC , HSC, સહિતના ઓને રોજગાર માટેના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

જેમાં પીક્સેલ રાજકોટ, મહિન્દ્રા સોલાર, કચ્છ SBI લાઈફ, પ્રિન્સ ઇન્ફો ટેક સહિતની કમ્પનીમાં ઉમેદવારના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ તકનો ફાયદો ઉઠાવવા માટે 160થી વધુ યુવાનોના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પૂર્ણ થઈ થઈ ચૂકી હતી અને અન્યોના ઇન્ટરવ્યૂ માટે પણ વિવિધ વિભાગોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલુ છે.

સાથે સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news