ખેડૂતોની આવક બમણી થાય ત્યારની વાત ત્યારે, અત્યારે તો ઉભો પાક સુકાય છે તંત્ર પાણી આપો!

જિલ્લાના પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, અનેકવાર પાણી માટે જળ આંદોલન કરવા છતાં ખેડુતોને સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જેથી ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે.

ખેડૂતોની આવક બમણી થાય ત્યારની વાત ત્યારે, અત્યારે તો ઉભો પાક સુકાય છે તંત્ર પાણી આપો!

બનાસકાંઠા : જિલ્લાના પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાક સુકાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે, અનેકવાર પાણી માટે જળ આંદોલન કરવા છતાં ખેડુતોને સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જેથી ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે.

રણની કાંધીએ આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. જો કે જિલ્લાના પાલનપુર અને વડગામ પંથકમાં પાણીના તળ ખુબજ ઊંડા જતા સિંચાઇના પાણી સાથે સાથે પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઉભી થઇ છે. પાલનપુરમાં સિંચાઇનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી ખેડૂતોએ પાણી માટે મોટું જળ આંદોલન પણ કર્યું હતું. પરંતુ તંત્ર કે સરકાર દ્વારા ખેડૂતો માટે સિંચાઈના પાણીની કોઇ વ્યવસ્થા ન કરતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાલનપુર પંથકમાં પહેલાથી પાણી પાણીની ભારે તંગી હોવાના કારણે મોટા ભાગના ખેડૂતોએ પોતાના અડધા જ ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકોનું વાવેતર કર્યું હતું. 

જોકે તે પાકોને પણ પૂરતું પાણી ન મળતાં બાજરી સહિતના અનેક પાકો સુકાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે તો બીજું બાજુ પાક સુકાઈ જતાં ખેતરોમાં ભાગથી ખેતી કરતા ખેત મજૂરોની હાલત ખુબજ દયનિય બની છે અને તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. પાણી વગર ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે અને જો પાણી નહિ મળે તો ખેતી છોડીને હિજરત કરવાની વાત કરી સરકારને પાણી આપવાની માંગ કરી રહ્યા છે. 

પાલનપુર અને વડગામ પંથકમાં પાણીના તળ ખુબ જ નીચા જવાથી ખેડૂતો વર્ષોથી પાણીની માંગ કરી રહ્યા છે. જળ આંદોલન કરી રહ્યા છે. જો કે પાણીની સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા હવે આ વિસ્તારના ખેડૂતો પોતાની અડધી જમીનમાં જ ખેતી કરી રહ્યા છે છતાં પણ પાણી વગર તેમના પાક સુકાઈ જતા તેમના મોંઘભાવના બિયારણ અને ખાતરનો ખર્ચ પણ નીકળી શકતો ન હોવાથી હવે ખેડૂતો ખેતી છોડી દે તો નવાઈ નહિ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news