માનવામાં નહિ આવે પણ આ દ્રશ્ય ગુજરાતનું છે, દીપડા ખુલ્લેઆમ ફરે છે અને માણસો પાંજરે પૂરાયા

Leopard Attack : અરવલ્લીના મોડાસા તાલુકામાં દીપડાના આંટાફેરાથી 10 ગામના લોકો દહેશતમાં,,, ભાટકોટા ગામના પશુપાલકો ડરના માર્યા ડેરીમાં દૂધ ભરાવવાથી રહ્યા વંચિત,,, ખેડૂતોએ ખેતરમાં ખાટલા પર લગાવ્યાં પાંજરાં,,,

માનવામાં નહિ આવે પણ આ દ્રશ્ય ગુજરાતનું છે, દીપડા ખુલ્લેઆમ ફરે છે અને માણસો પાંજરે પૂરાયા

Leopard Attack સમીર બલોચ/અરવલ્લી : તસવીરમાં દેખાતું દ્રશ્ય ગુજરાતનું છે એવુ કોઈ તમને કહેશે તો તમે માનશો નહિ. પરંતું આ હકીકત છે. ગુજરાતના એક વિસ્તારમાં દીપડાનો દહેશત એટલો છે કે, દીપડો ખુલ્લેઆમ ફરે છે, પરંતુ દીપડાના ડરથી માણસો પાંજરે પૂરાયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામોમાં દીપડાનો ડર યથાવત છે. ગઈ કાલે સાંજે ફરી ભાટકોટા ગામે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરી લોકોને ભય મુક્ત કારાય તેવી માંગ કરી રહ્યાં છે. મોડાસાના ભાટકોટા ગામે ગત સાંજ દરમિયાન દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે. સમી સાંજે દીપડાનો પરિવાર ગામથી 50 ફૂટના અંતરે આવેલા મંદિર પાસેના એક ખેતરમાં પાણી પીવા આવ્યો હતો. ત્યારે ટ્રેક્ટર લઇ નજીકમાંથી પસાર થતા એક ખેડૂતે જોતા ગ્રામજનોને જાણ કરી હતી. જેથી ગ્રામજનો લાકડીઓ લઇ એકત્ર થઇ ગયા હતા. ત્રણ કલાક સુધી આ દીપડાનો પરિવાર મંદિર આસપાસ બેસી રહેતા ગ્રામજનો અને દીપડા વચ્ચે સામસામે જંગ જેવો માહોલ જોવા મળ્યો હતો. 

પહેલા દીપડો દૂર હતો, પરંતું હવે દીપડો ગામથી માત્ર ૫૦ ફૂટના અંતર નજીક આવી જતા લોકોમાં ભયનો માહોલ છે. ખેડૂતો તેમજ પશુપાલકો પોતાના ખેતરમાં અને તબેલાઓમાં જતા ડરી રહ્યા છે. મહિલાઓ પણ પોતાના ઘર આંગણે વહેલી સવારે દૂધ કાઢવાનું ટાળી રહી છે. આજે પણ ભાટકોટા ગામની મહિલાઓ ડેરીમાં દૂધ ભર્યા વગર રહી હતી બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 22, 2023

દીપડાનો ડર ગ્રામજનોમાં એ હદે વધી ગયો છે કે, ભાટકોટા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં રાત્રિ સમયે તેમજ દિવસે પાકની રક્ષા કરવા ખેતરમાં બેસી રહેવા માટે ખાટલા ઉપર લોખંડનું પાંજરું બનાવ્યું છે. જેમાં ખેડૂત બેસી પોતાની રક્ષા કરી રહ્યો છે, ત્યારે વન વિભાગ દીપડાને પાંજરે પૂરવામાં તો નિષ્ફળ સાબિત થયું છે. પણ ખેડૂતને તો પાંજરે પુરાઈ રહેવા મજબુર કર્યો છે.

આ પણ વાંચો : 

ઉલ્લેખનીય છે કે મોડાસા તાલુકામા આવેલા ભાટકોટા, લાલપુર, ગઢડા, ગોખરવા, રામેશ્વર કંપા સહિતના 10 ગામોમાં છેલ્લા એક માસથી દીપડાનો પરિવાર જુદા જુદા સ્થળોએ દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. છેલ્લા એક માસથી દેખાતા આ દીપડા પરિવારને પાંજરે પૂરવામાં નિષ્ફળ તંત્રના કારણે આ વિસ્તારના લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે અને વન્ય પ્રાણી કોઈ માનવ હત્યા કરે તો જવાબદાર કોણ જેવા સવાલ કરી રહ્યા છે. 

આ મામલે વન વિભાગ માત્ર પાંજરા મૂકી સંતોષ માની રહ્યું છે, ત્યારે ગઈ કાલની ઘટના બાદ પણ વન વિભાગ પુનઃ હરકતમાં આવ્યું છે અને પુનઃ ભાટકોટા ગામે પાંજરું મૂકવાંની કાર્યવાહી ચાલુ કરી છે તેવું બીટ ગાર્ડ એસએ ચૌધરીએ જણાવ્યું. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news