Big Breaking : મોરબી દુર્ઘટના કેસમાં વળતર મુદ્દે હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ

Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટનામાં હાઈકોર્ટનો વચગાળાનો આદેશ.... મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ....

Big Breaking : મોરબી દુર્ઘટના કેસમાં વળતર મુદ્દે હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ

Gujarat Highcourt On Morbi Bridge Collapse : મોરબી બ્રિજ હોનારત કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે મૃતકોને 10 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે. તથા ઈજાગ્રસ્તોને 2 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. દરેકને યોગ્ય વળતર મળશે તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટે હુકમમાં લીધી હતી. મોરબીની ઘટનામાં જે બાળકોએ પોતાના માતા અને પિતા બંને ગુમાવ્યા હોય તેવા અનાથ બાળકોના નામની યાદી કોર્ટે માંગી છે.

મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે. પ્રતિ વ્યક્તિ મૃતકોને 10 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ આપ્યો છે. તેમજ ઘાયલોને 2 લાખ ચુકવવાનો વચગાળાનો આદેશ કર્યો છે. રાજ્યમાં અન્ય નબળા બ્રીજ મામલે સરકારને બે અઠવાડિયામાં પોલીસી બનાવે તેવુ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું.

આ પણ વાંચો : 

જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી
મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવા મામલે જે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન જયસુખ પટેલે દરેક મૃતકને 5-5 લાખ આપવાની તૈયારી દર્શાવી હતી. જયસુખ પટેલના વકીલે કોર્ટમાં કહ્યુ હતું કે, અમારી અમુક મર્યાદા છે. હાલ પૂરતું વચગાળાનું વળતર આપી શકીએે તેમ છીએ. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે, વકીલ તરીકે તમારી મર્યાદા હોઈ શકે છે. અમે ગઈકાલે જ આ અંગે સ્પષ્ટ કર્યુ હતું. આ તો અમે તમને તક આપવા માગતા હતા. વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ. 

 SIT ના રિપોર્ટમાં મોટો ખુલાસો, પહેલેથી જ તૂટેલા હતા 22 વાયર
મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તેની તપાસ માટે SIT ની રચના કરી હતી. બે દિવસ પહેલા રાજ્ય સરકારે તપાસ માટે રચેલ SIT એ પોતાનો પ્રિલીમરી રિપોર્ટ બંધ કવરમાં ગુજરાત હાઇકોર્ટને સોંપ્યો હતો. SIT એ એક રિપોર્ટ ગુજરાત સરકારને પણ સોપ્યો હતો. એસઆઈટીના રિપોર્ટમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં નોંધાયું કે, પુલના મુખ્ય બે કેબલમાંના એકમાં કાટ લાગી ગયો હતો અને પુલ તૂટતા પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઈ શકે છે. પુલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જેને કારણે તે પહેલાં જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોઈ શકે છે.

સાથે જ રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું કે, રિનોવેશન દરમિયાન ભરપૂર બેદરકારી દાખવવામાં આવી હતી. સાથે જ પુલનું વૉકિંગ સ્ટ્રક્ચર લાકડાના લવચીક પાટિયાની જગ્યાએ કઠોર ઍલ્યુમિનિયમ પૅનલ્સમાંથી બનાવેલું હતું. એસઆઈટીના રિપોર્ટ મુજબ, જો એ લાકડાનું હોત તો જાનહાનિ ઘટી શકી હોત. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news