વડોદરામાં ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

 શહેરના સમતા વિસ્તારમાં આવેલ ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો. ગાદલાની દુકાનના માલિકને દાઝી જવાથી નાની મોટી ઇજાઓ પહોંચી હતી. 

Updated By: Nov 30, 2020, 11:10 PM IST
વડોદરામાં ગાદલાની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી અચાનક આગ, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

હાર્દિક દીક્ષિત/વડોદરા : શહેરના સમતા વિસ્તારમાં આવેલ ગાદલાની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ પર કાબુ મેળવી લીધો હતો. ગાદલાની દુકાનના માલિકને દાઝી જવાથી નાની મોટી ઇજાઓ પહોંચી હતી. 

વડોદરાના સમતા વિસ્તારમાં બાલાજી નગર પાસે આવેલી આંબલીયા નામની ગાદલાની દુકાન અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ થઇ ગઇ હતી. આગ જોતજોતામાં વિકરાળ થઇ જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બુજામાં આવેલા ફોટો સ્ટુડિયો અને અનાજ કરિયાણાની દુકાન પણ આગની ઝપટે ચડી ગઇ હતી. આગ પર પાણીનો મારો કરીને કાબુ મેળવાયો હતો. 

બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ આગની ઘટનામાં ગાદલાની દુકાનના માલિક ઐયુબખાન અજમેરીનું દાઝી જવાથી ઇજાઓ પહોંચી હતી.  પ્રાથમિક તારણમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ફાયર ઓફીસરે વધારે માહિતી આફી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગના પગલે દુકાનમાં રહેલા તમામ ગાદલા સળગીને ખાક થઇ ગયા હતા. આ ઉપરાંત આજુબાજુની દુકાનમાં પણ આગની જ્વાળાઓ લાગતા હજારો રૂપિયા થવા પામ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube