અમદાવાદ: જગતપુરના ગણેશ જીનેસિસ ફ્લેટમાં ભીષણ આગ, મહિલાનું મોત

અમદાવાદમાં આગ : ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમાં માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે

અમદાવાદ: જગતપુરના ગણેશ જીનેસિસ ફ્લેટમાં ભીષણ આગ, મહિલાનું મોત

મૌલિક ધામેચા/અમિત રાજપુત- અમદાવાદ: અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમા માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં અંજનાબેન મહેશભાઈ પટેલ (50 વર્ષ)નું મોત થયું છે. જ્યારે અન્ય 8થી વધુ લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એસીનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોતા નજીક આવેલા જગતપુર વિસ્તારમાં આવેલી ગણેશ જીનેસિસ બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઘરમાં એસીનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી છે. આ ભીષણ આગ છઠ્ઠા માળથી નવમાં માળ સુધી પ્રસરી ગઇ છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો અને 11 એમ્બ્યૂલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.

આ ઘટનામાં એક મહિલા અંજનાબેન પટેલનું મોત નિપજ્યું છે. જ્યારે 8થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાંદલોડિયાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ફાયર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીને ધુમાડાના કારણે બેભાન થઇ જતા ઓક્સિજન સાથે સોલા સિવિલ ખાતે ખસેડાયા હતા.

આગની હુમલાની ઘટનામાં ઘાયલોની યાદી
1. સરસ્વતી અમ્મા (54 વર્ષ)
2. મમતાબેન રામારેડ્ડી (30 વર્ષ)
3. નીતીન મોદી (61 વર્ષ)
4. રામા ક્રિષ્ણા (60 વર્ષ)
5. રામા રેડ્ડી (31 વર્ષ)
6. એમ. પી મિસ્ત્રી (43 વર્ષ)
7. પ્રતિક મોદી (34 વર્ષ)
8. શારદી રામારેડ્ડી (2 વર્ષની બાળકી)

આગ અંગે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું કે, ફાયર બ્રિગેડની સ્કાય લિફ્ટ બચાવ કાર્ય માટે લાવવામાં આવી હતી. જોકે, સ્કાયલિફ્ટના સેન્સરમાં કોઈક ખામી આવી જવાના કારણે તેને ઓપરેટ કરી શકાઈ ન હતી, પરંતુ ત્યાર પછી ફાયર વિભાગના કર્મચારીઓએ જાતે દોડી જઈને આગમાં ફસાયેલા તમામ લોકોને સલામત રીતે બચાવી લીધા છે. 8 ઘાયલ વ્યક્તિ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. 9મા માળે બે વ્યક્તિ ફસાયેલી છે, જેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. 

આગ અંગે ફ્લેટમાં રહેતા રહીશોએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે. 9મા માલે ફસાઈ ગયેલા બે વ્યક્તિના એક સંબંધિએ જણાવ્યું કે, મારા ભાઈ-ભાભી 9મા માળે ફસાયેલા છે. તેમાં ફાયરબ્રિગેડનો કોઈ વાંક નથી. મારા ભાઈનું વજન 150 કિલો છે અને તેમને 19 ફ્રેક્ચર હોવાથી તેઓ પથારીવશ છે. તેમની સાથે ફાયરબ્રિગેડના ચાર કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત છે. 

 અન્ય એક મહિલાએ જણાવ્યું કે, જેમના ઘરમાં આગ લાગી હતી તેમને મેં પુછ્યું કે શું થયું છે તો તેમણે કહ્યું કે, શોર્ટ સર્કિટ થઈ છે. આથી તેમની મદદ માટે મેં બ્લેન્કેટ આપ્યું હતું. આ બ્લેન્કેટમાં આગ લાગી જતાં મકાનમાં રહેતા લોકોએ તેને સોફા પર ફેંકી દીધું જેના કારણે સોફામાં આગ લાગી. તેમના ઘરનું ફ્લોરિંગ લાકડાનું હોવાના કારણે આગ ફેલાઈ ગઈ હતી. વળી, 5મા માળના બંને ફ્લેટ તેમના હોવાથી બંને ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. 

ઘટના સ્થળે દોડી આવેલા મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું કે, ફાયર વિભાગ દ્વારા ફ્લેટના પગથિયા ઉપર થઈને 27 લોકોને બચાવાયા છે.ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. 

સુરત જેવી આગની ઘટનાથી અમદાવાદમાં પણ ફફડાટ ફેલાયો છે. સુરતની ઘટનામાં ફાયર ટીમ પાસે અદ્યતન સાધનોની કમી હતી પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે. અમદાવાદ ટીમ પાસે અદ્યતન સાધનો તો છે પરંતુ એને સારી રીતે ઓપરેટ કરનાર ઓપરેટર ન હોવાની સ્થિતિ પણ સામે આવી છે. સ્કાયલિફ્ટ હોવા છતાં તે ઓપરેટ ન કરી શકાતાં ફાયર જવાનો દ્વારા મેન્યુઅલી રીતે ફસાયેલા લોકોને બચાવાયા હતા. 

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news