OMG! અમદાવાદના આ તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત, શું ફરી આવી કોઈ નવી બીમારી?

એક તરફ કોરોનાનો કહેર, એના પછી આવેલી આ ફંગસની બીમારીનો ખતરો, એના પર તૌકતે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું અને હવે લો આ પાછું નવું આવ્યું. અમદાવાદના એક તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત થઈ ગયા છે. જેને કારણે આ વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે લોકોને હવે ડર સતાવવા લાગ્યો છે કે શું ફરી આ કોઈ નવી બીમારી આવી છે?

OMG! અમદાવાદના આ તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત, શું ફરી આવી કોઈ નવી બીમારી?

અર્પણ કાયદાવાલા સાથે બ્યૂરો રિપોર્ટ, અમદાવાદઃ એક તરફ કોરોનાનો કહેર, એના પછી આવેલી આ ફંગસની બીમારીનો ખતરો, એના પર તૌકતે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું અને હવે લો આ પાછું નવું આવ્યું. અમદાવાદના એક તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત થઈ ગયા છે. જેને કારણે આ વિસ્તારના લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે લોકોને હવે ડર સતાવવા લાગ્યો છે કે શું ફરી આ કોઈ નવી બીમારી આવી છે?

No description available.

આ દ્રશ્યો છે અમદાવાદના લાંભા વિસ્તારમાં આવેલાં તળાવના જ્યાં એક સાથે એક તળાવમાં લાખો માછલીઓના મોત થઈ ગયાં છે. આ વિશે ત્યાનાં સ્થાનિક અને નિવૃત્ત શિક્ષક ભીખાભાઈ પટેલનું કહેવું છેકે, આ તળાવમાં એક જ દિવસમાં લાખો માછલીઓના મોત થઈ ગયાં છે. કયા કારણે આવું બન્યું છે એનો ખ્યાલ આવતો નથી. પણ માછલીઓના મોતને કારણે અહીં ભયંકર દુર્ગંધ મારે છે. આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. એમાંય કોરોનાના સંકટ વચ્ચે શું આ કોઈ નવી બીમારી આવી છે એવો પણ લોકોમાં ડર પ્રસરી ગયો છે.

લાંભા ગામના જ અન્ય એક સ્થાનિક રમેશભાઈનું કહેવું છેકે, વાવાઝોડું આવ્યું એના બીજા જ દિવસે આ સ્થિતિ સર્જાઈ છે. શું આ વાવાઝોડાની કોઈ વિપરિત અસર છે. ગ્રામજનોમાં હાલ તો માછલીઓના મોતને કારણે કોઈ નવી બીમારીનો ડર પેસી ગયો છે. તંત્રએ સત્વરે આનો નિકાલ લાવવાની જરૂર છે. 

No description available.

ઉલ્લેખનીય છેકે, આ પહેલાં અમદાવાદના કાંકરિયા તળાવમાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યાં એક સાથે લાખો માછલીઓના મોત થઈ ગયાં હતા. સવાલ એ પણ થાય છેકે, શું આ કુદરતનો પ્રકોપ છેકે, પછી માનવ નિર્મિત કોઈ ભૂલના કારણે આવું બની રહ્યું છે. હકીકત જે પણ હોય પણ હાલ તો લાંભા અને આસપાસના વિસ્તારના લોકોમાં એક આ માછલીઓના મોતને કારણે નવી બીમારોનો ડર ઘર કરી ગયો છે. વારંવાર તંત્રને જાણ કર્યા બાદ આખરે તંત્રના બહેરાકામે આ વાત પછી છે. અને હવે અમદાવાદ મનપાના તંત્રએ આ મૃત માછલીઓના નીકાલની કામગીરી હાથ ધરી છે. જોકે, તંત્રએ આ અંગે વિચાર કરવાની જરૂર છે. આના પાછળનું કારણ શોધવાની પણ જરૂર છે. કોરોના કાળમાં કોઈ નવો ખતરો સામે ન આવે તે બાબતે સતર્ક રહેવાની જરૂર છે.

No description available.

અમદાવાદ વાવાઝોડા તૌકતેની વધુ એક મોટી અસર જોવા મળી વાતાવરણ બદલાતા હજ્જારો માછલીઓના મોત થયા હોવાની ઘટનાથી તંત્ર દોડતું થયું છે. લાંભા તળાવમાં અસંખ્ય માછલીઓ મોતને ભેટી છે. તંત્રના કહેવા મુજબ ભેજનું પ્રમાણ વધી જવાથી તળાવમાં ઓક્સિજનની કમી ઉભી થતા માછલીઓના મોત થયા છે. તળાવમાં જીવિત રહેલી માછલીઓ માટે ઓક્સિજન મળે તે માટે તંત્રએ હવે કવાયત હાથ ધરી છે. AMC એ પાણીના સર્ક્યુલેશનનો પ્રયાસ હાથ ધર્યો છે. ઝી 24 કલાકની ટીમે આ અંગે ધ્યાન દોર્યા બાદ અમદાવાદ મનપાના તંત્રએ હવે આ બાબતને ગંભીરતાથી લઈને મૃત માછલીઓના નીકાલની કામગીરી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news