ગુજરાત માટે આગામી બે દિવસો આકરા, એસી-પંખા બનશે નકામા, સુરેન્દ્રનગર સૌથી હોટ શહેર

તાપમાનની જો વાત કરીએ તો રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.3 જ્યારે વડોદરામાં 40.1 ડિગ્રી તાપમાન ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. 

ગુજરાત માટે આગામી બે દિવસો આકરા, એસી-પંખા બનશે નકામા, સુરેન્દ્રનગર સૌથી હોટ શહેર

અમદાવાદ: દેશના ઘણા રાજ્યોમાં હાલ ભીષણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાંથી આંશિક રાહત મળ્યા ફરી એકવાર મૌસમનો મિજાજ બદલાવવાનો છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પ[આરો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. 

હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે.આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 તારીખે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે છે.

તાપમાનની જો વાત કરીએ તો રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.3 જ્યારે વડોદરામાં 40.1 ડિગ્રી તાપમાન ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસુ એન્ટ્રી મારી આપી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં શરૂ થઇ શકે છે.15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યાં મુજબ 16મીએ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. ત્યાંથી કેરળ તરફ એટલે કે કેરળમાં જે સામાન્ય રીતે ચોમાસું બેસવાની તારીખ છે પહેલી જૂન તે આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. નિર્ધારિત સમય કરતા ચોમાસું 5 દિવસ વહેલું બેસી ગયું છે. જો કે તેમણે એ પણ કહ્યું કે જરૂરી નથી કે કેરળમાં વહેલું બેસે તો ગુજરાતમાં પણ વહેલું બેસે. જો કે હાલ તો આશા વ્યક્ત  કરાઈ છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે. 

આંદમાન પહોંચી ગયું ચોમાસું
હવામાન ખાતાના અધિકારી આર કે જેનામણિએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચોમાસું આંદમાન સાગર અને દક્ષિણ પૂર્વ બંગાળના તટ સુધી પહોંચી ગયું છે. કેરળમાં 27મી સુધીમાં દસ્તક આપી શકે છે. હવામાન ખાતાએ એમ પણ કહ્યું કે આ અઠવાડિયે ઉત્તરાખંડ, આસામ, મેઘાલય અને કેરલમાં ભારે વરસાદની આગાહી છે. જો ચોમાસું વહેલું બેસે તો ખેડૂતો માટે પણ તે ખુબ સારી વાત રહેશે. વાવાઝોડા અને માવઠાથી હેરાન પરેશાન થયેલા ખેડૂતો કાગડોળે હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news