MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરી વિદેશી વિદ્યાર્થીનીનું કોરોનાથી મોત, મૃતદેહ તાન્ઝાનિયા મોકલાશે

સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડામાં લીધું છે. તેવામા ચાર મહાનગરોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તાન્ઝાનિયાનાં નિગોવી એમ્યુનલ હેરિસન નામના વિદ્યાર્થીનુ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેનાં મૃતદેહને તાન્ઝાનિયા મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસે મૃતદેહને અંતિમ ક્રિયા માટે વિદેશ લઇ જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. 

MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરી વિદેશી વિદ્યાર્થીનીનું કોરોનાથી મોત, મૃતદેહ તાન્ઝાનિયા મોકલાશે

હાર્દિક દીક્ષિત/વડોદરા : સમગ્ર ગુજરાતને કોરોનાએ ભરડામાં લીધું છે. તેવામા ચાર મહાનગરોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તાન્ઝાનિયાનાં નિગોવી એમ્યુનલ હેરિસન નામના વિદ્યાર્થીનુ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેનાં મૃતદેહને તાન્ઝાનિયા મોકલી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્થાનિક પોલીસે મૃતદેહને અંતિમ ક્રિયા માટે વિદેશ લઇ જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. 

રાજ્ય સરકારે 28 એપ્રિલથી 5 મે સુધી જરૂરી વસ્તુઓ સિવાય દુકાનો, મોલ, થિયેટર અને જીમ સહિતની સેવાઓ બંધ રાખવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે વડોદરા શહેરનાં સુસેન ચાર રસ્તા નજીક આવેલા અર્સોર્ટ હબ નામની એક સંસ્થામાં આશરે 50 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જેની જાણ કોર્પોરેશનની ટીમને થતા વોર્ડ 4 અને 12ની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અને પોલીસ સ્ટાફ દ્વારા તત્કાલ ઘટના સ્થળ પર પહોંચીને તમામ વિદ્યાર્થીઓને ત્યાંથી ઘરે મોકલી દીધા હતા. સંચાલકો પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણ વડોદાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 41 હજારને પાર પહોંચી ચુક્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 350ને પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 34282 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. વડોદરા હાલ 6961 એક્ટિવ કેસ પૈકી 474 દર્દી ઓક્સિજન પર અને 313 દર્દી વેન્ટિલેટર પર છે. 6174 દર્દીઓની સ્થિતી સ્થિર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news